બાંટવા પોલીસે સમેગા ગામેથી ઇંગ્લીશ દારૂ ની 96 બોટલ સાથે બે ને ઝડપી પાડયા
નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીદર પ્રતાપ પવાર સાહેબ જુનાગઢ રેન્જ તથા પોલીસ અધિક્ષક
સૌરભસીંધ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ જે. બી. ગઢવી સાહેબની સુચના મુજબ જીલ્લા માં ચાલતી ગેરકાયદેસર પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા કડક હાથેકામ લેવાની સુચના કરતા બાંટવા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ કે.કે.મારૂ એ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપતા
બાંટવા પોલીસ સ્ટેશન ના પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ હીરાભાઈ કીંદરખેડીયા ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે સમેગા ગામે રહેતા રાજુ મુનાભાઇ રબારી પોતાના કબ્જા ના વાડામાં ઇંગ્લીશ દારૂ ખાડામાં દાટેલ હોય જે બહાર કાઢવાની પેરવીમાં હોય તેવી હકીકત મળતા પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા વૈભવ ઉર્ફે રાજુ પુંજાભાઈ ઉર્ફે મુનો કોડીયાતર તથા અતુલ ઉર્ફે બાદલ અમરાભાઇ કોડીયાતર રહે બન્ને સમેગા વાળાને ઇંગ્લીશ દારૂ ની બોટલ નંગ 96 કિ.રૂ.38,400 અને મોટરસાઈકલ એક કિ.રૂ.15000 મળી કુલ 53400 ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ તેમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરી માં પીએસઆઇ કે.કે.મારૂ તથા પો.કોન્સ્ટેબલ આઝાદસિંહ સીસોદીયા તથા મહિપતસિંહ માણંદભાઇ તથા ડ્રાઈવર પો કોન્સ્ટેબલ ગોપાલભાઈ હીરાભાઈ કીંદરખેડીયા વગેરે એ સાથે રહી આ કામગીરી કરી હતી