અંકલેશ્વર ઈનર વ્હીલ કલબ દ્વારા જીઆઈડીસી શાક માર્કેટ ખાતે કાપડની થેલીઓનું વિતરણ કરાયું
(પ્રતિનિધિ) ભરૂચ, દિવસે ને દિવસે વધતી જતી કોઈ સમસ્યા હોય તો તે પર્યાવરણ ને નુકસાન કરતી બાબતો છે.પર્યાવરણ માં થતા ફેરબદલ માનવ જીવન પર ઘણી ઘાતક અસર કરી રહ્યું છે જે ઘણી જ ગંભીર બાબત છે.જેમાં સૌથી વધુ નુકસાન પ્લાસ્ટિક ની બેગો પર્યાવરણ અને સ્વાસ્થ્ય ને ગંભીર અસર કરી રહ્યું છે.આવી ગંભીર બાબતો થી લોકો અને નાનાં વેપારીઓ ને જાગૃત કરવા માટે ઈનર વ્હીલ કલબ ઓફ અંકલેશ્વર ના પ્રેસિડેન્ટ નમ્રતા પટેલ અને તેમના સાથી બહેનો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ શાક માર્કેટ માં પ્લાસ્ટિક ની બેગ દ્વારા થતા નુકસાન ની સચોટ માહિતી આપી ઘરકામ કરતી ગૃહિણીઓ અને શાક ના નાનાં વેપારીઓને માહિતી આપી હતી અને પ્લાસ્ટિક બેગ ની જગ્યા એ કાપડ ની બેગો નો વપરાશ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સાથે બહેનોને શાકભાજી લેવા માટે અને લઈ જવા માટે કાપડ ની બેગ નું વિતરણ પણ કરાયું હતું.આ તબક્કે કલબ ના સભ્યો નિશા મેહતા,સુવર્ણા પાલેજા,કૈલાશ ગજેરા,સંતોષ ચોપરા અને અનંતા આચાર્ય સાથી બહેનો હાજર રહ્યા હતા.વધુ માં કલબ પ્રેસિડેન્ટ નમ્રતા પટેલ એ જણાવ્યું હતું કે પર્યાવરણ ને સુધારવા ના આવા કાર્યક્રમો માં નોટિફાઈડ ઓફિસ પણ સાથ સહકાર આપે તો આ કાર્ય વધુ સારી રીતે અને વધુ લોકો સુધી સજાગતા લાવી શકાય તે શક્ય બની શકે છે.*