હળવદની સરકારી કચેરીઓને રોટરી કલબ દ્રારા સેનેટાઈઝર ફુટ પંપ અર્પણ કરાયા
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: કોવીડ-19 એટલે કે કોરોના એ સમગ્ર વિશ્વને અજગરની જેમ ભરડો લીધો છે.ત્યારે, હળવદ તાલુકો પણ સંક્રમણથી બાકાત નથી રહ્યો અને હાલ કુલ નવ કેસ નોંધાય ચુકયા છે.ત્યારે,આરોગ્ય વિભાગના નિર્દેશ મુજબ આવા સંજોગોમા વારંમવાર હાથોને સેનેટાઇઝ કરવાથી આ સંક્રમણથી બચી શકાય છે એવી સલાહ આપવામા આવી છે.
ત્યારે,રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા લોકોની જ્યા ખુબજ અવરજવર રહે છે એવુ હળવદનુ સરકારી દવાખાનુ, નગર પાલિકા કચેરી, મામલતદાર કચેરી,પોલીસ સ્ટેશન તેમજ ટીકર ગામના સરકારી દવાખાને એમ કુલ પાંચ જગ્યાએ ત્યાંના સ્ટાફ, મુલાકાતીઓ, અરજદારો અને દર્દીઓ માટે હાથ લગાવ્યા વિના પગ દ્રારા મશીનને ઓપરેટ કરી હાથોને સેનેટાઈઝ કરી સાફ કરી શકાય તેવા ફૂટ પંપ રોટરી કલબના વાઈસ પ્રેસીડન્ટ હિતેનભાઈ ઠક્કર તેમજ રોટરી કલબના સભ્પો સર્વે કાંતિભાઈ પટેલ,પીયૂષભાઈ ઠક્કર, ફુલજીભાઈ વિરજીભાઈ એરવાડીયા(ટીકર)ના આર્થીક અનુદાન થકી અર્પણ કરવામા આવેલ છે. (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)