Western Times News

Gujarati News

રશિયામાં લોકો પુતિન સામે રોડ પર, રાજીનામાની માગ

લોકપ્રિય ગવર્નરની ધરપકડ બાદ મામલો બિચક્યો-હાલમાં પુતિને બંધારણ સુધારી કાયમી પ્રમુખપદ મેળવ્યું
મોસ્કો,  રશિયામાં ફરી એકવાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વિરુદ્‌ધ લોકોમાં રોષ વધી રહ્યો છે. આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય ગવર્નરની ધરપકડ બાદ હજારો લોકો રોડ પર આવી ગયા છે અને પતિનના રાજીનામાની માગણી કરી રહ્યા છે. પ્રદર્શનકારી પુતિન રાજીનામું આપેના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સ્થાનિક ગવર્નર સર્ગેઈ ફુરગાલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. બીજી તરફ, હત્યાની આશંકા હેઠળ ગવર્નરની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે પુતિને દસ દિવસ પહેલાં રશિયાના બંધારણમાં ફેરફાર કરાવીને તે ૨૦૩૬ સુધી એટલે કે લાંબી મુદ્દ?ત સુધી પ્રમુખ બની રહે તે માટેબંધારણમાં વિવાદાસ્પદ ફેરફાર કરાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન ચીન પાસેની સરહદી વિસ્તાર ખબરોવ્સ્ક અને અનેક કેટલાક વિસ્તારમાં થઈ રહ્યા છે. વર્ષ ૨૦૩૬ સુધી સત્તામાં રહેવાનો રસ્તો સાફ થયા બાદ રશિયાની સુરક્ષા સેવાના લોકોએ મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, પુતિન સમર્થક ઉમેદવારને હરાવીને સર્ગેઈ વર્ષ ૨૦૧૮માં સત્તામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે એક પ્રસિદ્‌ધ રક્ષા પત્રકારને કથિત રીતે દેશ માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં કાર્યકર્તા મિખાઈલ ખોદોરકોવસ્કીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.