અરવલ્લીમાં કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ રોકેટ ગતિએ વધતા લોકો ચિંતિત

અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેર સહીત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે કોરોનાનું સ્કોરબોર્ડ ફરતું અટકાવવા આરોગ્યતંત્ર વામણું પુરવાર થઇ રહ્યું છે બુધવારે મોડાસા શહેરમાં વધુ બે કેસ, બાયડની શિવવિલા સોસાયટી અને ધનસુરાના વડગામમાં એક-એક કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસનો આંક ૨૭૬ ઉપર પહોંચ્યો છે.કોરોનાના કેસ વધતું પ્રમાણ લોકોમાં ભય પેદા કરી રહ્યો છે મોડાસા શહેરમાં જુલાઈ મહિનામાં સતત કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે બુધવારે પોઝેટિવ નોંધાયેલ દર્દીઓને જીલ્લાની કોવીડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પગલે થઈ રહેલ મૃત્યુ અટકતાં જીલ્લા વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે
મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી પાવનસીટીમાં રહેતી ૩૬ વર્ષીય મહિલા,સુથારફળીમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધા કોરોનાગ્રસ્ત બનતાં શહેરમાં વધુ એકવાર કોરોનાનો કહેર યથાવત જોવા મળ્યો હતો કોરોનાએ બાયડમાં જમવાટ કરી હોય તેમ બાયડમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે બાયડની શિવવિલા સોસાયટીમાં રહેતી મહિલા અને ધનસુરાન વડાગામ ગામના ૩૦ વર્ષીય યુવકનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ચારેય દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.