નવવધુ માટે હવે માસ્કમાં જ નેકલેસ, બજારમાં ડિમાન્ડ વધી

નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને કારણે હવે દેશભરમાં લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત થઇ ગયું છે. ત્યારે બજારમાં એવાં-એવાં માસ્ક આવી રહ્યાં છે કે જેને જોઇને તમને પણ નવાઇ લાગશે. પુણેનાં રાંકા જ્વેલર્સે લગ્ન દરમ્યાન વરવધુ માટે એક ખાસ પ્રકારનું સોનાનું માસ્ક બનાવ્યું છે. લગ્નની સીઝનને કારણે વર-કન્યા માટે કંઇક અલગ જ પ્રકારનાં માસ્કની માંગ માર્કેટમાં ખૂબ વધી ગઇ છે.
પુણેનાં રાંકા જ્વેલર્સે બનાવેલા 124 ગ્રામનાં સોનાનાં માસ્કની કિંમત 6.5 લાખ રૂપિયા છે. જેને કોરોના સંકટમાં માસ્ક અને નેકલેસની જેમ પહેરી શકાય છે. આ માસ્ક ઓછું ને નેકલેસ વધારે લાગતા N-95 માસ્ક પર તેને સેટ કરવામાં આવેલ છે. આ એક નેકલેસ ચોકર છે. 25 દિવસ બાદ તેને બરાબર ધોઇને પહેરી શકાય છે.
આ માસ્કની સૌથી ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ કર્યા બાદ તેને સરળતાથી બદલી પણ શકાય છે. એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે માસ્ક ખરાબ થવા પર બીજા માસ્ક પર સરળતાથી તેને લગાવી શકાય છે. તેને ડિઝાઇન કરવા અને બનાવવામાંથી બે-ત્રણ સપ્તાહનો સમય લાગ્યો હતો. તુર્કીથી ખાસ રીતે તેને બનાવવા માટે ડાઇ મંગાવવામાં આવી.
રાંકા જ્વેલર્સ અનુસાર, લગ્ન જેવી સાર્વજનિક જગ્યાઓ પર દરેક માટે માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. એટલાં માટે અમે વર-કન્યા માટે ખાસ પ્રકારનું માસ્ક બનાવવાનું વિચાર્યું. આ માસ્કને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેની ડિમાન્ડ સતત વધતી જ જઇ રહી છે.
આને બનાવનાર જ્વેલર્સનું માનીએ તો કોરોનાકાળ બાદ તેને નેકલેસની જેમ પહેરી શકો છો. મહિલાઓને આ માસ્ક કમ નેકલેસ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મહિલાઓને તો આ પસંદ પડી રહ્યો છે. આ સિવાય હવે પુરૂષો માટે સોનાનું માસ્ક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.