મોડાસામાં મેઘગર્જના સાથે મેઘરાજાની પધરામણી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેરમાં બુધવારે સાંજના સુમારે મેઘરાજાની સવારી પહોંચી હતી ગાજવીજ સાથે વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં ફસાયા હતા મોડાસા શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થી ભૂમિપુત્રોમાં આનંદ છવાયો હતો વરસાદ ના વિરામ થી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા જીલ્લાવાસીઓ મેઘમહેર થી વાતાવરણમાં ઠંડક પ્રસરતા હાશકારો અનુભવ્યો હતો