વંથલીમાં “નો માસ્ક નો એન્ટ્રી” તથા “માસ્ક વગર પ્રવેશવું નહી” ના પોસ્ટર લાગ્યા

કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતુ જાય છે ત્યારે તેને કાબુમાં લેવા માટે માસ્ક પહેરવું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ખુબજ જરૂરી છે . તેમ છતાં અનેક લોકો માસ્ક પહેર્યા વગર બહાર નિકળતા હોય છે ત્યારે વંથલી પીએસઆઇ દ્વારા વંથલી ના વેપારીઓને એક અપીલ કરી કે દુકાનની બહાર આ રીતે પોસ્ટર લગાડો તે અપીલ ને ધ્યાને રાખી વંથલી શહેરનાં તમામ નાના મોટા વેપારીઓ દ્રારા દુકાનો ની બહાર પોસ્ટરો ચીપકાવ્યા છે કે કોઇપણ ગ્રાહકે દુકાનમાં માસ્ક પહેર્યા વગર અંદર પ્રવેશવું નહી
હાલ જૂનાગઢ જીલ્લામાં કોરોના વાયરસ ની વધતી જતી મહામારી ને ધ્યાને લઇ વંથલી પીએસઆઇ બી.કે ચાવડા એ દુકાનદારો ને મળી ને *નો માસ્ક નો એન્ટ્રી* તથા *માસ્ક વગર પ્રવેશવું નહીં* જેવા ચેતવણી સાવચેતી ના પોસ્ટર લગાવામાં આવ્યા