મહીસાગરના પ્રવાસન હસ્તકના પ્રોજેક્ટ/સાઇટ પર થયેલ કામગીરીની સમીક્ષા

લુણાવાડા: ગુજરાતના પ્રવાસન વિકાસની સાથે સ્થાનિક રોજગારી અને પર્યટકોને આકર્ષવાના બહુહેતુક અભિગમ અંતર્ગત મહીસાગર જિલ્લાના પ્રવાસન હસ્તકના પ્રોજેક્ટ/સાઇટ પર થયેલ કામગીરીની સમીક્ષા બેઠક કલેક્ટર શ્રી આર.બી.બારડના અધ્યક્ષતામાં મળી હતી.
મહીસાગર જિલ્લાના ઇકો ટુરીઝમ સ્થળોના વિકાસ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અંગેના રચનાત્મક સૂચનો જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ સબંધમાં કલેશ્વરી સાઇટનો વિકાસ, કેદાર સાઇટ વિકાસ, કડાણા સાઇટ વિકાસ, સ્વરૂપ સાગર તળાવ વિકાસ તેમજ માનગઢ હિલના વિકાસ કામ અંગેની ચર્ચા માટે બેઠક યોજવામાં આવી હતી.
રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે વન વિભાગ હસ્તક વિકાસના કામો માટે રાજ્ય સરકારશ્રી પ્રવાસન વિભાગ તરફથી ૧૩.૯૧ કરોડ ની ગ્રાન્ટ મળેલ હોય તે અંગે જરૂરી વન વિભાગ ને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે. જેમાં કંમ્પાઉન્ડ વોલ, ડેકોરેટીવ વર્કસ ઓફ ફ્રન્ટ વોલ ઓફ એન્ટ્રસ, પાથ વે, કલ્વર્ત કમ ચેક ડેમ ન પાથ વે, પ્લાન્ટેશન, મેઇન ગેટ રૈયોલી સોરસ, મેઇન ગેટ રાજા સોરસ અને નાના ગેટના કામો હાથ ધરવામાં આવશે.
આ પ્રોજેક્ટના વિકાસના કામો બાબતો આર્કીટેક એજન્સી તથા જિલ્લાના સબંધિત અધિકારીઓને કામગીરી સોપવા બાબતની ચર્ચા તથા પ્રવાસન સ્થળોની થયેલ કામગરીની બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી, જિલ્લા આયોજન અધિકારીશ્રી આર.આર.ભાભોર તથા અને સબંધિત અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.