કોરોના મહામારીના સંક્રમણથી બચાવતું દેશી ફેસ શિલ્ડ
નાકથી દૂર રહેતા ફેસ શિલ્ડમાં ચશ્મા પણ આસાનીથી પહેરી શકાય છે, સફાઈ કરવામાં પણ સરળતા રહે છે
અમદાવાદ, વડોદરાની જીપીએમએલ લેબોરેટરી દ્વારા ફેસ શિલ્ડ તૈયાર કરાયું છે. આ ફેેસ શિલ્ડ એક કાનથી બીજાે કાન ઢંકાઈ જાય તેટલી લંબાઈ ધરાવે છે અને નાકથી બે સેન્ટીમીટર દૂર રહેતું હોવાથી તમે ચશ્મા ઉપર પણ સહેલાઈથી પહેરી શકાય છો. એટલું જ ને ફેસ શિલ્ડ પહેર્યા બાદ તમે બોલો અને વાતાવરણને કારણે શિલ્ડ ઉપર ભેજ લાગે તો તે આપોઆપ દૂર થઈ જાય છે. જીપીએમએલના ફાઉન્ડર ડો. હરિન્દુ વ્યાસે આ અંગે જણાવ્યું હતું કે, આ ફેસ શિલ્ડ મેઇડ ઇન ઇન્ડીયા છે.ફેસ શિલ્ડ હવામાં રહેલા કોરોનાના ડ્રોપલેટથી ચહેરા પર ચોટવાની સામે સલામતી આપે છે.
આ ફેસ શિલ્ડ ખુબજ સરળતાથી સ્વચ્છ થઇ શકે છે. ફેસ શિલ્ડ ને સ્ટરીલાઇઝ અને સાફ કરી શકાય છે. તેના તૂટવા, તિરાડ પડવા સુધી ઉપયોગ કરી શકાય. જાે ડેમેજ થાય તો ફેવીક્વીકના ટપકા મૂકી ચોંટાડી પણ શકાય છે. આલ્કોહોલવાળા પદાર્થથી સાફ કરવા કે સાબુ ગરમ પાણીથી ધોવા થી સંક્રમણ મુક્ત કરી શકાય છે. ચહેરાને વારંવાર અડવાથી બચાવે છે. ચશ્મા અને ટોપી સાથે પણ પહેરી શકાય છે માસ્ક ચહેરાના અમુક ભાગને ઢાંકે છે જ્યારે ફેસ શિલ્ડ ચહેરાના મોટાભાગનો હિસ્સો ઢાંકે છે.
માસ્કના કપડા કે બીજા મટીરીયલથી વારંવાર ખંજવાળ થાય છે. ઘણા લોકો માસ્ક ખોટી રીતે પહેરે છે. નાક થી લટકતું રહે છે અને માત્ર મોઢું ઢંકાય છે અને વારંવાર માસ્ક ને ઠીક કરવું પડે છે. વાત કરતાં કરતાં માસ્ક ક્યોરેક ઉતરી પણ જાય છે. જે જાેખમી પુરવાર થાય છે.લિપ- રિડિંગ પર નિર્ભર રહેતા લોકો માટે ફેસ શિલ્ડ સારી વસ્તુ છે. ( બહેરા- મૂંગા માટે ખાસ ઉપયોગી) ફેસ શિલ્ડથી લિપ મુવમેન્ટ સરળતાથી સમજી શકાય છે.