ગુરૂપૂર્ણિમા-સવારથી મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર
ગુરૂપૂર્ણિમા-ખંડગ્રાસ ચંદ્રગ્રહણ : આશિર્વાદ તથા ઐશ્વર્ય પ્રાપ્તી માટે વિશિષ્ઠ યોગઃઆજથી શરૂ થતો ચાતુર્માસ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મંગળવાર, પૂનમ તથા હનુમાનજીને ભજવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા. આજે ખંડગ્રાસ ચંદ્રગ્રહણને કારણે દેવ-મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફારો જાવા મળી રહ્યા છે. હિંદુ સંસ્કરણમાં ગુરૂનું મહ¥વ ઘણું જાવા મળે છે. ગુરૂ વિના જ્ઞાન નહીં. તેથી ગુરૂનું પૂજન કરી તેના આશિર્વાદ મેળવવાનું પણ મહત્ત્વ અનેકગણું છે. ગુરૂ માત્ર ઉપદેશ આપતા નથી. પરંતુ જીવનમાંથી અંધકાર દૂર કરી પ્રકાશ પાથરે છે.
ગુરૂ પૂર્ણિમાને કારણે આજે વહેલી સવારથી જ મંદિરમાં ભાવિક ભક્તોની દર્શનાર્થેે ભારે ભીડ જાવા મળી રહી છે. ગણપતિ દાદાનો દિવસ એટલે મંગળવાર. ભદ્રમાં આવેલા ગણપતિ દાદાના મંદિરમાં પણ ગણપતિ દાદાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જાવા મળતી હતી. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગુરૂપૂર્ણિમાનો દિવસ ભક્તો મંદિરોમાં જઈ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે.
હિંદુ કેલેન્ડર અનસાર અષાઢ શુકલની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. મંદિરોમાં મંગળા આરતીના સમયે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમેટ્યા હતા. આજે ખગ્રાસ ચંદ્રગ્રહણને કારણે મંદિરોના દર્શન વહેલા બંધ થઈ જશે.
સારંગપુરમાં આવેલ હનુમાનજીના દર્શનાર્થે ભકતોનું ઘોડાપુર ઉમટ્યુ છે. રાજ્યભરમાંથી ભક્તો દર્શન માટે ખાસ કરીને મંગળા આરતીમાં લોકો મોટી સંખ્યામં જાવા મળતા હતા. શિરડીના સાંઈબાબાના મંદિરમાં પણ દૂર દૂરથી સાંઈબાબાના દર્શન માટે ભક્તોની ભીડ જાવા મળે છે.
શહેરના ઈસ્કોન મંદિરમાં આજે સવારે ૪.૩૦ કલાકે ભગવાનની આરતીથી ગુરૂ પુર્ણિમાનો ઉત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. ગુરૂ પૂર્ણિમા હોવાથી મોટાભાગના મંદિરોમાં, સ્વામિનારાયણ ગુરૂકૂળ, ઇસ્કોન, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, મણીનગર ગાદી સંસ્થાન, કલ્યાણ પુષ્ટી હવેલી માં ગુરૂપુર્ણિમાનો ખાસ કાર્યક્રમ યોજાયો છે. ગ્રહણને કારણે ભદ્રકાળી માતાનું મંદિર બપોરે ૪ વાગ્યે બંધ થશે. અને રાત્રીની આરતી બપોરે ૩.૩૦ કલાકે થશે.
ભાડજ ખાતે આવેલા કૃષ્ણા મંદિર, શાહિબાગ ખાતે આવેલા ગાયત્રી મંદિર, કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જાવા મળે છે. વલ્લભધામ હવેલીમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુનું કનક પૂજન, તથા બ્રહ્મદિક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સરખેજ ભારતી આશ્રમમાં પણ વિશિષ્ટ કાર્યક્રમ યોજ્યો છે. ગુરૂજનોના આશિર્વાદ તથા ઐશ્વર્ય પ્રાપ્તી માટેનો વિશિષ્ટ યોગ એટલે ગુરૂ પુર્ણિમા. ચાતુર્માસની પણ આજથી શરૂઆત થાય છે.
અમદાવાદ શહેરના જાણીતા જગન્નાથ મંદિર, શાહીબાગ સ્વામિનારાયણ મંદિર તથા કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં સવારથી જ ગુરૂવંદના માટે શ્રધ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટી પડયો છે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં ગુરૂ વંદના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને દેશભરમાંથી શ્રધ્ધાળુઓ અહીયા આવી પહોંચ્યા છે તેજ રીતે જગન્નાથ મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી પહોંચ્યા છે તમામ મંદિરોમાં આજના પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જાકે ચંદ્ર ગ્રહણના કારણે તમામ મંદિરોમાં ચાર વાગ્યા સુધી આ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.