ચીને સરહદે સ્ટ્રેટેજીક ટીમ ગોઠવી
લદ્દાખ: ભારત સાથે શાંતિની મંત્રણા કરતુ ચીન લદ્દાખ સરહદે પોતાની સૈન્ય તાકાત અને શસ્ત્રોમાં વધારો કરી રહયુ છે. પેંગોગલેકની આસપાસ ફીંગર-૪થી ચીન પાછળ હટયુ નથી ભારતે ફીંગર-૮ સુધી પાછા જવાની વાત કરી છે પરંતુ ચીન હજુ પોતાનો અડીંગો જમાવીને બેઠુ છે તે પ્રકારના અહેવાલો માધ્યમોમાં પ્રસારિત થઈ રહયા છે. સેટેલાઈટ તસ્વીર મારફતે લેવાતી તસ્વીરોથી ચીનની લુચ્ચાઈ ઝડપાઈ જાય છે.
ચીનની ચાલાકીથી ભારત પૂરૂ વાકેફ છે અને તેથી જ તેણે પોતાના સૈન્યની તૈનાતીમાં વધારો કરી દીધો છે. સામે પક્ષે ચીને રોકેટ ટીમને મેદાનમાં ઉતારી દીધા પછી બેંકીંગમાં સ્ટ્રેટેજીક ટીમના કમાન્ડોને ઉતારી દીધા છે. સ્ટ્રેટેજીક ટીમ અત્યાધુનિક સુવિધા – શસ્ત્રોથી સજ્જ હોય છે અને તે ભારતીય સેનાની મુવમેન્ટનું સર્વેલન્સ કરતી રહે છે. ચીને સરહદે તમામ તૈયારી કરી રાખી છે.
તેને જાેતા ભારતે તેના અત્યંત આધુનિક વિમાનોની સ્કવોર્ડને ગોઠવી દીધી છે. ઉંચાઈના સ્થળોએ તોપોની તૈનાતી અગાઉથી કરી છે તો ટેંકો તો પહેલેથી જ મોકલી દેવાઈ છે જયારે પર્વતોમાં ઉંચાઈ પર ખાસ પ્રકારના ઓપરેશન કરી શકે તેવા સ્પેશ્યલ ફોર્સના કમાન્ડોને આગળની પોઝીશન પર મૂકયા છે. ચીનનો ભરોસો થઈ શકે તેમ નહી હોવાથી રક્ષામંત્રી રાજનાથસિંહ લદ્દાખની મુલાકાતે ગયા છે. તેઓએ ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લીધી હતી અને સૈનિકોનો જુસ્સો વધાર્યો હતો. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ- લદ્દાખ જઈને જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
ચીન ભારત સામે ગેમ નથી રમી રહયુ. તેણે જાપાન- તાઈવાન સામે પોતાની કુટનીતિ અપનાવી છે. જાપાન અમેરિકા પાસેથી યુધ્ધના વિમાનો ખરીદવાનું છે જયારે તાઈવાને તો યુધ્ધ અભ્યાસ શરૂ કરી દીધો છે નાનકડા દેશ તાઈવાને ચીન સામે બાથ ભીડવાની તૈયારીઓ કરી દીધી છે. અમેરિકા પણ તાઈવાનને મદદ કરવા આગળ આવ્યુ છે. દક્ષિણ સાગરમાં અમેરિકા, જાપાન, બ્રિટનના જહાજાે તૈનાત છે ત્યાં પણ સ્થિતિ ગંભીર છે.
અમેરિકા-ચીન વચ્ચે પ્રશાંત મહાસાગરમાં સાઉથ-સી ના મુદ્દે ગમે ત્યારે તનાતની થઈ શકે તેમ છે હવે તાઈવાને સમુદ્રમાં યુધ્ધ અભ્યાસ કર્યા પછી પરિસ્થિતિ ઘેરી બની છે. ભારત પણ સંપૂર્ણ લશ્કરી તૈયારીઓ કરી ચૂકયુ છે ભારત સામે ચીન કોઈ પણ જાતનું અડપલુ કરશે તો પૂર્વી લદ્દાખમાં ધબાધબી થઈ જશે તે નિશ્ચિત મનાય છે. સંરક્ષણ નિષ્ણાંતો પણ ભવિષ્યમાં ભારત-ચીન વચ્ચે વાતાવરણ ગરમાશે તેમ જણાવી ચૂકયા છે.