Western Times News

Gujarati News

જાણો દક્ષિણ આફ્રિકામાં રમાનારી 3TC ફોર્મેટ શું છે?

હૈદરાબાદ: ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ તાજેતરમાં જ ટિ્‌ટવર પર જાહેરાત કરી છે, કે ૧૮ જુલાઈ ૨૦૨૦ના રોજ દક્ષિણ આફ્રિકા એક અલગ ફોર્મેટમાં ક્રિકેટ રમશે. આજ દિવસ સુધી કોઈ પણ જગ્યા આ પ્રકારની ક્રિકેટ ના તો કોઈ રમ્યા છે, કે ના તો કોઈએ આવી ક્રિકેટ મેચ જાેઈ હશે.

આ નવા ફોર્મેટ સાથે દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઈરસથી થયેલા નુકસાન બાદ ક્રિકેટની ફરી વાપસી પણ થઈ છે. દક્ષિણ આફ્રિકામાં  (૩ ટીમ ક્રિકેટ) સોલિડારિટી કપની જાહેરાત કરવામાં આવી છે. આ કપનું આયોજન નેલ્સન મંડેલા ઈન્ટરનેશનલ દિવસના રોજ સેન્ચુરિયનમાં કરવામાં આવશે. આ નવા ફોર્મટમાં એક મેચમાં બે નહીં પણ ત્રણ ટીમો સાથે રમશે. જેમાં ૧૮ ઓવર પછી એક બ્રેક લેવામાં આવશે. આ એક ટૂર્નામેન્ટ નથી પરંતું ફક્ત એક મેચ છે. દરેક ટીમમાં ૮ ખેલાડી હશે, કુલ ૩૬ ઓવર ફેકવામાં આવશે. દરેક ટીમને ૧૨ ઓવર રમવા માટે મળશે, જે ૬-૬ ઓવરમાં વહેચવામાં આવશે. એક ટીમ પહેલા હાફમાં વિરોધી ટીમ સામે રમશે જ્યારે બીજા સાથે બીજા હાફમાં રમશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.