ઈંગ્લેન્ડ સિરીઝ બાબર આઝમની છેલ્લી ટેસ્ટ સિરીઝ બની શકે છે
કરાંચી: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મુદસ્સર નઝરનું કહેવું છે કે, ઈંગ્લેન્ડ ટેસ્ટ બાબર આઝમની છેલ્લી ટેસ્ટ મૅચ હોઈ શકે છે. આ ટેસ્ટ સિરીઝમાં તેણે સારું પ્રદર્શન કરવું પડશે. ઑગસ્ટ મહિનામાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમાવાની છે.
નઝરના મતે, પાકિસ્તાન ટી-૨૦ અને વન-ડે ટીમના કૅપ્ટન બાબર આઝમે ઈંગ્લેન્ડને બાદ કરતાં આખા વિશ્વમાં સારું પ્રદર્શન કર્યું છે, પણ હવે ઈંગ્લેન્ડમાં નોંધનીય પ્રદર્શન કરીને તેણે પોતાની ક્ષમતાનો પરચો આપવો પડશે.
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મૅચ પાંચમી ઑગસ્ટથી શરૂ થશે. આ વિશે નઝરે કહ્યું કે, ‘ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ બાબર આઝમની છેલ્લી ટેસ્ટ મૅચ હોઈ શકે છે. પહેલાં પણ તે ઈંગ્લેન્ડ ટૂર કરી ચૂક્યો છે, પણ ત્યાં તે સારું પ્રદર્શન નથી કરી શક્યો. જાે તે ત્યાં સારું પર્ફોર્મ કરી શક્યો તો તેને કોઈ રોકી નહીં શકે. અત્યાર સુધીના દરેક બોલરને તેણે પીટ્યા છે અને ત્યાં પણ તેણે એ પ્રમાણેનું જ પ્રદર્શન કરવું પડશે.
બાબરનો એક વીક પાૅઈન્ટ છે કે તે વાઈડ ઑફ સ્ટમ્પ પાસે બાૅલને ડ્રાઈવ કરવા જાય છે જે મોટા ભાગે દરેક પાકિસ્તાની બૅટ્સમૅનની કમજાેરી હોય છે. તેમ છતાં, પાછલા કેટલાક સમયમાં તેણે અલગથી રમવાની શરૂઆત કરી છે અને બૅટ પર પોતાની સારી એવી પકડ બનાવી છે. સાઉથ આફ્રિકામાં પણ બાબરે ડેલ સ્ટેનને ધોઈ નાખ્યો હતો અને મને આશા છે કે ઈંગ્લેન્ડમાં પણ તે આવું જ પ્રદર્શન કરશે.’