Western Times News

Gujarati News

ત્રણ કસુવાવડ પછી અધૂરે મહિને જન્મેલાને ક્રાઉડ ફંડિગથી બચાવ્યું

Files Photo

સિવિલમાં નવજાતની સારવાર માટે સોશિયલ મીડિયામાં મદદ માંગી
અમદાવાદ, ત્રણ કસુવાવડની પીડા સહન કર્યા બાદ એક દંપતીના ઘરે પારણુ બાંધ્યું. પરંતુ નવજાત શિશુનું વજન માત્ર ૬૪૦ ગ્રામ હતું. જે સામાન્ય વજન કરતાં ઘણો ઓછો હતો. જેના લીધે, નવજાત શિશુના ગરીબ મા-બાપ તેને કેવી રીતે બચાવવું તેની ચિંતામાં હતા.

આ સમયે કોરોનાના સંકટ કાળ વચ્ચે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ આ બાળકને બચાવવા માટે બીડું ઝડપ્યું. અર્જુન નામના આ નવજાત શિશુને બચાવવા માટે ફંડ ભેગું કરવા ડોક્ટરો દ્વારા સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવ્યું હતું.

જેમાં ૩૩ ડોક્ટરો અને ૧૫૮ જેટલા દાતાઓએ તેમની યથાશક્તિ મુજબ દાન આપ્યું હતું. આ દાનની રકમ દ્વારા આ નવજાત શિશુની ચાર ચાર માસ સુધી સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ હતી. આ સારવાર બાદ અર્જુનનું વજન એક કિલો અને ૮૪૫ ગ્રામ થયું હતું અને તે સ્વસ્થ બન્યો હતો.

જેથી માતા અને બાળકને ૧૪ જુલાઈના રોજ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ચાર માસ સુધી નવજાત શિશુની સારવાર કરતા હોસ્પિટલના સ્ટાફને પણ ભાવુક સંબંધ બંધાયો હતો. ત્યારે આ શિશુ અને તેની માતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ત્યારે સિવિલ હોસ્પિટલને સ્ટાફ ભાવુક બની ગયો હતો. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો કહે છે કે દુર્ગા બહેને અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો. તેની તેનું વજન બહુ જ ઓછું હતું. જેના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ઉપરાંત હૃદય સહિત અન્ય તકલીફો પણ જાેવા મળી હતી.

આની સારવાર માટેનો ખર્ચ બાળકના ગરીબ મા-બાપ ઉઠાવી શકે તેવી સ્થિતિમાં ન હતા જેથી ડોક્ટરોએ લાકો પાસેથી ફંડ ઉઘરાવવાનું નક્કી કર્યું. જેથી ફંડ રૂ.૧૪ લાખ એકત્રિત થયા હતા. જેમાં સામાન્ય જનતાએ દાન પેટે રૂ.૮.૭૫ લાખ દાન કર્યું હતું. જ્યારે બાકીના નાણાં ડોક્ટરોએ દાન કર્યા હતા. આ સારવાર પાછળ અંદાજે રૂપિયા ૧૪ લાખનો ખર્ચ થયો છે. જાેકે બાળકના મા બાપે એક પણ રૂપિયો ખર્ચ પેટે ચૂકવવો પડ્યો નથી.

ડોક્ટર જણાવે છે કે અર્જુનની સારવાર સમયે તે અનેકવાર ગંભીર સ્થિતિમાં આવ્યો હતો. તેને પાંચ વખત વેન્ટિલેટર પર રાખવો પડ્યો હતો. એક તરફ કોરોનાની સ્થિતિ હતી. જ્યારે બીજી તરફ આ બાળકની સારવાર પડકારરૂપ બની હતી. બાળકના માતા-પિતાનું ક હેવું છે કે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમના માટે ભગવાન સ્વરૂપે આવ્યા છે અને તેનો આભાર માનીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.