રોહિત શર્મા માટે આવ્યા સારા સમાચાર
નવી દિલ્હી,: અમેરિકામાં ગત વર્ષે એટલેટિકો મેડ્રિડ સામે એક્ઝિબિશન મેચમાં ૭-૩થી પરાજયનો સામનો કરનારી રિયલ મડ્રિડે શાનદાર પુનરાગમન કર્યું છે. રિયલ મેડ્રિડે લા લિગા ટાઈટલ જીતી લીધું છે. સ્પેનિશ લીગમાં રિયલ મેડ્રિડે વિલારિયલને ૨-૧થી પરાજય આપીને ટાઈટલ જીતી લીધું છે. સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈટાલીયન ક્લબ જુવેન્ટસ સાથે જાેડાયો તે પછી રિયલ મેડ્રિડનું આ પ્રથમ અને કુલ ૩૪મું ટાઈટલ છે.
રિયલ મેડ્રિડ લા લિગા ચેમ્પિયન બન્યું તે અંગે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર રોહિત શર્માએ પોતાની ટીમ માટે ખુશી વ્યક્ત કરી છે અને અભિનંદન પાઠવ્યા છે. રોહિતે ટિ્વટ કરીને લખ્યું હતું કે, વધુ એક ટાઈટલ. આ મુશ્કેલ સમયમાં રિયલ મેડ્રિડ ચોક્કસથી એક ટીમ તરીકે ઊભરી છે. અભિનંદન. તેણે લખ્યું છે કે આ વર્ષે અંતે એક સારા સમાચાર આવ્યા.
ભારતીય વન-ડે ટીમનો ઉપસુકાની રોહિત રિયલ મેડ્રિડ ક્લબનો મોટો પ્રશંસક છે. તેણે પોસ્ટમાં પોતાની મેડ્રિડની જર્સી પહેરેલી તસવીર અપલોડ કરી છે. નોંધનીય છે કે હાલમાં કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં મોટા ભાગની સ્પોટ્ર્સ ટુર્નામેન્ટ અને લીગ બંધ છે. જાેકે, ધીમે ધીમે હવે રમતો ફરીથી શરૂ થઈ રહી છે. ક્રિકેટમાં પણ ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જાેકે, તેના માટે ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે.