ટીમે જાેફ્રા આર્ચરની ભૂલને લઇ તેને માફ કરવો જાેઈએ : માઈકલ વોન
માન્ચેસ્ટર: ઈંગ્લેન્ડના ભૂતપુર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવુ છે કે જાેફ્રા આર્ચરે બાયો સિક્યોર પ્રોટોકોલ તોડ્યા બાદ વિન્ડીઝ વિરુદ્ધ ત્રીજી અને અંતિમ ટેસ્ટ રમવું પણ શંકાસ્પદ છે, પરંતુ તેનુ માનવુંુ છે કે આઈસોલેટ સમયે આ ફાસ્ટ બોલરનું ધ્યાન રાખવુ જરૂરી છે. આ ફાસ્ટ બોલરે પ્રથમ ટેસ્ટ મેચ પુર્ણ કર્યા બાદ બાયો સિક્યોર પ્રોટોકોલનું ઉલ્સલંધન કર્યુ હતું, જેના પગલે તેને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે.
માઈકલ વોને કહ્યું કે, ‘હકીકત એ છે કે તે ઘરે જવા તૈયાર હતો અને આ રીતે તેને કોવિડ-૧૯ને જેવા સુરક્ષિત વાતાવરણમાં પ્રવેશવાની તક આપી જેના પગલે તેને સીરીઝને ખતરામાં નાખી. આ તકે તેનું આગામી અઠવાડીયાના મેચમાં રમવુ પણ શંકાસ્પદ છે. મને નથી લાગતુંુ કે તેનો ત્રીજી ટેસ્ટ મેચમાં સમાવેશ થાય.
પૂર્વ કેપ્ટને કહ્યું કે ટીમે જાેફ્રા આર્ચરને પોતાની ભૂલ માટે માફ કરવો જાેઈએ. આ સાથે તેને હોટલમાં પાંચ દિવસ આઈસોલેટ અને કોવિડ-૧૯ના બે તપાસ માટે તેનો સાથ આપવો જાેઇએ.