મહીસાગર જિલ્લામાં મનરેગા સહિતના વિવિધ કામો અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

લુણાવાડા: મહીસાગર જિલ્લા પંચાયત કચેરી સભા ખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીની અધ્યક્ષતામાં મનરેગા સહિતના વિવિધ કામો અંગે સમીક્ષા બેઠક યોજાય હતી.
આ બેઠકમાં આંગણવાડીના પૂર્ણ થયેલ નવીન મકાનોનું લોકાર્પણ, નવીન આંગણવાડી કેન્દ્રો જે મનરેગા કન્વર્જનમાં મંજુર થયેલ છે જેને શરુ કરવા, મનરેગા હેઠળ વનીકરણના કામો, વહીવટી મંજૂરી મેળવી કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા,સામુહિક શૌચાલયમાં લાઈટ,પાણીની સગવડ,આયોજનના કામોના સીસી, પંચાયત ઘર કમ ત.ક.મંત્રી આવાસની વિગતો, ત.ક.મંત્રી આવાસના અલગ મીટર, દરેક ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ ની નિમણુંક અંગે ચર્ચા વિચારણા, સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કોરોના અંતર્ગત માસ્ક ન પહેરનાર લોકોને દંડ કરવા સૂચના આપી જેથી કોરોના ફેલાતો અટકાવી શકાય.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જે.કે.જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ ભાભોર અને પટેલ, જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સબંધિત વિભાગોના અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.