Western Times News

Gujarati News

અમેરિકાના યુધ્ધાભ્યાસથી ફફડેલા ચીને સાઉથ ચાઈના સી માં લડાકુ વિમાનો તૈનાત કર્યા

બીજિંગ,  સાઉથ ચાઈના સીમાં ચીન અને અમેરિકા વચ્ચે તનાવ વધી રહ્યો છે.અમેરિકા અહીંયા પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર સહિતના યુધ્ધ જહાજો સાથે યુધ્ધાભ્યાસ કરી રહ્યુ છે. જેના પગલે ફફડી ઉઠેલા ચીને સાઉથ ચાઈના સીમાં બનાવેલા કૃત્રિમ ટાપુઓ પર લડાકુ વિમાનો તૈનાત કરવા માંડ્યા હોવાનુ સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે.

ચીને સાઉથ ચાઈના સીમાં એક ટાપુ પર ચાર જે-11બી પ્રકારના અને બાકીના બોમ્બર વિમાનો તૈનાત કર્યા છે.આ લડાકુ વિમાનો અમેરિકાના યુધ્ધ જહાજોને જરુર પડે તો નિશાન બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ છે.જે જગ્યાએ આ વિમાનો તૈનાત કરાયા છે તે વૂડી ટાપુ પર પહેલી વખત આટલા મોટા પાયે ચીને લશ્કરી ગતિવિધિઓ શરુ કરી છે.

જોકે અમેરિકાને આ બધાથી ઝાઝો ફરક પડયો હોય તેમ લાગ્યુ નથી.અમેરિકાએ યુધ્ધાભ્યાસનો બીજો તબક્કો પણ શરુ કરી દીધો છે.આ અગાઉ પહેલા તબક્કામાં 4 થી 10 જુલાઈ દરમિયાન અમેરિકાના યુધ્ધ જહાજોએ સાઉથ ચાઈના સીમાં યુધ્ધાભ્યાસ કર્યો હતો. અમેરિકાના ડરને આગળ ધરીને હવે ચીને સાઉથ ચાઈના સીનુ ઝડપથી સૈન્યીકરણ કરવામ માંડ્યુ છે.આ ટાપુ પર ચીનને ફાઈટર વિમાનો તૈનાત કરવાનુ બહાનુ મળી ગયુ છે.ચીનના આ પગલાથી મલેશિયા, વિયેતનામ, ઈન્ડોનેશિયા જેવા પાડોશી દેશો દહેશતમાં આવી ગયા છે. સાઉથ ચાઈના સીના પેટાળમાં ખનીજો અને તેલના ભંડારો હોવાનુ મનાય છે.જેના કારણે આ વિસ્તાર પર ચીન પોતાનો દાવો ઠોકી રહ્યુ છે.જોકે તેની સામે ચીનના પાડોશી દેશો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમને અમેરિકાનો સાથ મળી રહ્યો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.