Western Times News

Gujarati News

રીવરફ્રંટ પર સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા

સોમવતી અમાસ- દશાર્માં વ્રત- દિવાસોના પર્વને લઈ પરિવારો નદીમાં સ્નાન કરવા નાના બાળકોને પણ સાથે લાવ્યા 

પૂજા- અર્ચના કરવા તથા નદીમાં સ્નાન કરવા નાગરિકોની ભીડ   મંદિરો બંધ: શ્રાવણ મહિનાનો કાલથી પ્રારંભ, ઘરે જ પૂજા-અર્ચના કરવા લોકોને અનુરોધ, પોલીસ એલર્ટ

(પ્રતિનિધિ) અમદાવાદ: આવતીકાલથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે ભક્તજનોમાં ભારે ઉત્સાહ અને ભક્તિનું વાતાવરણ સર્જાયુ છે. આજે સોમવતી અમાસ છે. શ્રાવણ માસની શરૂઆત પહેલા અમાસ આવતી હોય છે. ભક્તો અમાસના દિવસે નદીઓમાં સ્નાન કરવા માટે જતા હોય છે વર્ષોથી ચાલી આવતી આ એક પરંપરા છે આજથી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહયો છે તથા દિવાસાનો તહેવાર છે ત્યારે લોકોમાં શ્રધ્ધાનો માહોલ જાેવા મળી રહયો છે. શાહીબાગ રીવરફ્રંટ ખાતે આજે સવારથી જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પૂજા- અર્ચના કરવા તથા નદીમાં સ્નાન કરવા ઉમટી પડ્યા છે. જેને લીધે સોશ્યલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડી રહયા છે.

લોકો કોરોનાને ભૂલી ગયા છે અને ભીડભાડના દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ પોલીસ કે કોર્પોરેશન તરફથી કાર્યવાહી કરાઈ નથી. શાહીબાગ રીવરફ્રંટ ખાતે તો જાણે કે મેળો ભરાયો હોય તેમ લોકો ઉમટી પડયા છે બાળકો, વૃધ્ધોને કોરોનાનો ખતરો રહે છે તેમ છતાં નાગરિકો ઉમટી પડયા છે. રીવરફ્રંટના દરવાજા ખોલી દેવાતા આ પ્રકારનું વાતાવરણ જાેવા મળી રહયુ છે. સત્તાધીશોની ઘોર બેદરકારી કહી શકાય. આજે સોમવતી અમાસ, દશામાના વ્રતનો પ્રારંભ તથા દિવાસાનો તહેવાર છે ત્યારે નદીઓમાં સ્નાન- પૂજા માટે લોકો આવતા હોય છે

ત્યારે સત્તાધીશોનું ધ્યાન આ બાબત તરફ કેમ ગયુ નહી હોય ?? અમાસના દિવસે નદીમાં સ્નાનનું માહત્મય વિશેષ હોય છે તેમાં પણ શ્રાવણ મહિનાના પ્રારંભ પહેલાની સોમવતી અમાસ છે માત્ર સાબરમતી જ નહિ રાજયભરમાં જયાં પવિત્ર ધાર્મિક સ્થળો આવેલા છે અને નદીઓ છે ત્યાં આજે સ્વાભાવિક ભીડભાડ જાેવા મળશે. સાબરમતી નદીમાં શાહીબાગ રીવરફ્રંટ ખાતે સવારથી જ પૂજા અર્ચના કરવા માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડતા કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધી ગઈ છે. અહીંયા સોશિયલ ડીસ્ટન્સીંગનો અભાવ જાેવા મળતો હતો. વૃધ્ધો, બાળકો તથા સૌ કોઈ પૂજા- અર્ચના કરવા બેસી ગયા હતા. તો અમુક લોકો તો નદીમાં સ્નાન કરવા લાગ્યા હતા.

સમગ્ર શહેરમાં રીવરફ્રંટ ચર્ચાસ્પદ બનતા પોલીસ તંત્ર સફાળુ જાગ્યુ

(પ્રતિનિધિ) અમદાવાદ: એક તરફ કોરોનાના કેસો ઉત્તરોત્તર વધી રહયા છે ત્યારે સાબરમતી રીવરફ્રંટ ખાતે પૂજા- અર્ચના કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા આ સમાચાર “ટોક ઓફ ધ ટાઉન” બન્યા છે. સોશિયલ ડીસ્ટન્સીંગ સહિતના કાયદાનું પોલીસ અને કોર્પોરેશન સઘન પાલન કરાવી રહી છે ત્યારે સાબરમતી રીવરફ્રંટ ખાતે શ્રધ્ધાળુઓ પહોંચ્યા કઈ રીતે ?? આજે સોમવતી અમાસ, દશાર્માંના વ્રતનો પ્રારંભ થઈ રહયો છે તેવા સંજાેગોમાં નદીઓમાં સ્નાનનો મહિમા હોય છે આ વાતને સત્તાધીશો જાણતા નહી હોય તે પ્રશ્ન ઉઠી રહયો છે. જાેકે સાબરમતી રીવરફ્રંટ ખાતે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડયા છે

તેવા અહેવાલો પ્રસિધ્ધ થતાની સાથે જ પોલીસની જીપો દોડતી થઈ ગઈ હતી. સાબરમતી રીવરફ્રંટ ખાતે પોલીસે પેટ્રોલીંગ સઘન બનાવ્યુ છે અને શ્રધ્ધાળુઓને ઘરે પરત જવા માટે સમજાવવામાં આવી રહયા છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિને જાેતા કોઈપણ જાતની બેદરકારી પોષાય તેમ નથી. તેથી પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. સાબરમતી રીવરફ્રંટના જુદા-જુદા સ્થળોએ પોલીસનું પેટ્રોલીંગ મજબૂત બનાવાયુ છે અને નાગરિકોને સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા છે તેની સાથે મંદિરોની બહાર પણ પોલીસના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે કાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહયો છે અને આજે સોમવતી અમાસ હોવાથી સ્વાભાવિકપણે ભક્તોમાં ભારે ઉત્સાહ- શ્રધ્ધાનો માહોલ જાેવા મળી રહયો છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ઉત્તરોતર વધી રહયા છે. અનલોકમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિથી આગળ વધી રહયુ છે અમદાવાદ- સુરતમાં કોરોના બેકાબુ થયો છે ત્યારે સોશિયલ ડીસ્ટન્સીંગના કાયદાનું પાલન કરવુ અત્યંત આવશ્યક છે. પરંતુ ગુજરાતમાં સામાન્ય નાગરિકની સાથે ભણેલા-ગણેલા પણ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરતા નથી નાગરિકોને શિખામણ આપતા રાજકીય આગેવાનોની મીટીંગમાં સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઈ રહયુ છે. તેમની સામે પણ પગલા લેવાય તેવી માંગ ઉઠી રહી છે. પરંતુ નિયમો જાણે કે સામાન્ય નાગરિકો માટે જ હોય છે તેવી પ્રતિતી નાગરિકોને થઈ રહી છે.

તહેવારો ધાર્મિક આસ્થા સાથે જાેડાયેલા છે. દરેકને પોતાના ધર્મના રીતીરિવાજ અને ધાર્મિક વિધિ કરવાનો અધિકાર છે પરંતુ હાલમાં
કોરોના કાળ છે. કોરોના રોજબરોજ સેંકડો લોકોને પોતાના ભરડામાં લઈ રહયુ છે ત્યારે બેદરકારી પોષાય તેમ નથી. સાબરમતી રીવરફ્રંટ ખાતે આજે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પૂજા- અર્ચના માટે તથા નદીમાં સ્નાન કરવા પહોંચ્યા તેને લઈને કોરોના ફેલાવાના ચાન્સ વધી જાય તેમ છે.

લોકો નજીક બેસીને પૂજાપાઠ કરતા હતા. તેમાં સોશિયલ ડીસ્ટન્સનો સંપૂર્ણ અભાવ જાેવા મળતો હતો. વળી આજે દશાર્માંના વ્રતનો પ્રારંભ થઈ રહયો છે અને દિવાસો છે તેથી બજારોમાં માતાજીની મૂર્તિ લેવા માટે ભક્તજનોનો ધસારો જાેવા મળી શકે છે જયારે સોમવતી અમાસ અને કાલથી શ્રાવણ માસનો પ્રારંભ થતો હોવાથી મંદિરોમાં ધાર્મિક સ્થળોએ લોકો દર્શનાર્થે ઉમટી પડે તેમ હોવાથી પોલીસ એલર્ટ થઈ ગઈ છે.

ખાસ કરીને મોટા મંદિરોએ અનિશ્ચિત કાળ માટે મંદિરો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તેમ છતાં શ્રધ્ધાળુઓ- મંદિરોએ મોટી સંખ્યામાં આવશે તેવી ધારણાને જાેતા જુદા-જુદા મંદિરો પર પહેલેથી જ પોલીસ તૈનાત કરી દેવાઈ છે. દરમિયાનમાં સાબરમતી રીવરફ્રંટ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસની જીપો ધ્વારા પેટ્રોલીંગ સઘન બનાવી દેવામાં આવ્યુ છે જરૂર પડે શ્રધ્ધાળુઓને સમજાવીને પરત પાછા મોકલવામાં આવશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રીવરફ્રંટ ખાતેની સ્થિતિ પર નજર રાખી રહયા છે. ખાસ કરીને વૃધ્ધો, બાળકો કોરોના સંક્રમણનો શિકાર ન બને તે માટે તેમને સ્થિતીથી વાકેફ કરવામાં આવશે. આજથી છેક ઓગષ્ટ મહિના સુધી તહેવારોની મોસમ આવશે.

શ્રાવણ મહિનામાં શિવલીંગ પર અભિષેક માટે શ્રધ્ધાળુઓ પહોંચી શકે છે પરંતુ મંદિરો બંધ હોવાથી અભિષેક થઈ શકશે નહી તેથી નાગરિકોને ઘરે જ પૂજા- અર્ચના કરવા તંત્ર તરફથી અનુરોધ કરાયો હોવા છતાં સાબરમતી રીવરફ્રંટ ખાતે કંઈક અલગ દ્રશ્યો સર્જાયા હતા. લોકોની આ ભૂલ તેમને જ નહી અન્ય નાગરિકોને ભારે પડી શકે છે. મંદિરો બંધ છે ત્યારે જાહેર સ્થળોએ ભીડભાડ કરવાનું નાગરિકોએ ટાળવુ જરૂરી છે અને તો જ કોરોનાના સંક્રમણને અટકાવી શકીશું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.