કોરોનાનો ડર લોકોને માનસિક બીમાર કરી રહ્યો છે
હેલ્પલાઈન પર મળી રહી છે આવી ફરિયાદો
હાલમાં જ બેબાકળા થયેલા એક પતિએ ટેલિમેડિસિન હેલ્પલાઈન ૧૧૦૦ પર ફોન કર્યો હતો. ફોન કરીને પતિએ જણાવ્યું કે, તેની પત્ની પાણીનો ખૂબ બગાડ કરે છે. સામેથી મનોચિકિત્સકનો જવાબ આવ્યો, “એમાં સમસ્યા શું છે?” પતિએ કહ્યું, “મારી પત્ની રોજ ૫૦૦ લિટરની ટાંકી ખાલી કરી નાખે છે. અમારા ઘરનો ફ્લોર એક દિવસમાં ત્રણવાર સાફ કરે છે. સાથે જ કબાટ, ટેબલ, સ્ટોરેજ બોક્સ અને પગરખાં મૂકવાની ઘોડીની સપાટી પણ લૂછ્યા કરે છે જેથી કોરોનાને ઘરમાં આવતો રોકી શકાય!” પાડોશીઓએ ફરિયાદ કરતાં પતિએ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો.
હેલ્પલાઈન સાથે જાેડાયેલા મનોચિકિત્સક ડાૅ. રામશંકર યાદવે કહ્યું, “પતિને શું કરવું તે સમજાતું નહોતું કારણકે પત્ની ડિસઈન્ફેક્શનની સખત પ્રક્રિયા પૂરી કર્યા સિવાય કોઈને ઘરની અંદર આવવા દેતી નહોતી. સાથે જ ઘરમાં ચાલવા માટે એક નક્કી પગદંડી બનાવી હતી તેના પર જ ચાલવાનું અને જાે પાડોશી સાથે વાત કરવા બહાર ગયા હો તો પણ નાહી લેવાનું.” ડાૅક્ટરના મતે, આ મહિલા ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરનો શિકાર થઈ છે.
રાજ્ય સરકાર દ્વારા મે મહિનાના મધ્યમાં લોન્ચ કરાયેલી હેલ્પલાઈન નંબર ૧૧૦૦ પર અત્યાર સુધીમાં ૧૨,૦૦૦ જેટલા ફોન મનોચિકિત્સકો અને સાઈકોલોજિસ્ટને આવ્યા છે. હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ અને હેલ્પલાઈનના કો-ઓર્ડિનેટર ડાૅ. અજય ચૌહાણે કહ્યું, “લોકડાઉનની સરખામણીમાં અત્યારે આવતાં ફોનની સંખ્યા ૫૦ ટકા ઘટી છે. લોકડાઉનમાં મોટાભાગના ફોન ઍંગ્ઝાયટિની ફરિયાદના અથવા કોવિડ અંગેની માહિતી મેળવવા આવતા હતા. અનલોક થયા બાદ ગંભીર પ્રકારના ફોન આવી રહ્યા છે. લોકો ડિપ્રેશન, ર્ંઝ્રડ્ઢની ફરિયાદ તેમજ પારિવારિક મામલે દખલગીરીની માગ કરી રહ્યા છે.”
શહેરના એક મનોચિકિત્સકે કહ્યું કે, કોરોના વાયરસનો વધતો ડર વધુ ચિંતા કરતાં લોકોને ર્ંઝ્રડ્ઢનો શિકાર બનાવી રહ્યા છે અને જેમનામાં આના લક્ષણો છે તે વધુ વકરી રહ્યા છે. એવો કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ ૧૫ દિવસ સુધી માસ્ક પહેરી રાખ્યું. તે નહાતી અને ઊંઘતી વખતે પણ માસ્ક કાઢતો નહોતો. મનોચિકિત્સક ડાૅ. હંસલ ભાનેચે કહ્યું, “૫૦ની ઉંમરના વ્યક્તિએ કહ્યું હતું કે, તેણે વાંચ્યું કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે માટે તેણે સતત માસ્ક પહેરી રાખ્યું.”
ડાૅ. ભાનેચે કહ્યું, “૪૦ વર્ષીય બિઝનેસમેનની પત્નીએ ફોન કરીને મદદ માગી હતી. કપલ જ્યાં રહે છે તે સોસાયટીમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ આવતાં બિઝનેસમેન ઘરમાં પણ ઁઁઈ કિટ પહેરીને ફરતો હતો. બિઝનેસમેને કહ્યું કે, તે પરિવારમાં એકલો કમાનારો વ્યક્તિ છે એટલે તે સંક્રમિત થાય તેવું કોઈ જાેખમ લેવા માગતો નહોતો. બીજા એક કિસ્સામાં મહિલા રોજનું બે લિટર સેનિટાઈઝર વાપરતી હતી. તે હાથ અને પગમાં એટલું સેનિટાઈઝર ઘસતી હતી કે હાથ-પગની ચામડી ફાટી ગઈ હતી.”
મનોચિકિત્સક ડાૅ. મૃગેશ વૈષ્ણવે કહ્યું કે, રોગ, મૃત્યુ અને બીમારી સામે લડવાનો ડર લોકોના મનમાં ઘર કરી ગયો છે. વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે પરંતુ કેટલાક લોકો તો હદ પાર કરી નાખે છે. આ સમય કપરો છે પરંતુ સુરક્ષાના માપદંડનું મર્યાદિત પાલન થવું જાેઈએ તે અંગે લોકોનું કાઉન્સિલિંગ જરૂરી છે.