ગુજરાત પોલીસ જવાનોને અપાઈ રહી છે ડિજિટલ ટ્રેનિંગ
અમદાવાદ: વિશ્વમાં કોરોનાને કારણે ઘણું બદલાયું છે. ભણવાનું, નોકરી બધું જ ઓનલાઇન થતું જાય છે ત્યારે હવે કરાઈ પોલીસ એકેડમિમાં ૪૮૨ જવાનોને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. કોરોનાની અસર પોલીસ ટ્રેનિંગ પર પણ જાેવા મળી હાલ ૪૮૨ કેડેટને ઓનલાઇન ટ્રેનિંગ અપાય છે. આગામી સમયમાં શારીરિક તાલીમ શરૂ કરવામા આવશે.
કોરોના મહામારીની સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાથી લઈ લોકોની જીવન પદ્ધતિ પર અસર થઈ છે. સામાજિક વ્યવસ્થાઓમાં મોટો બદલાવ આવ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાત પોલીસમાં સેવા માટે જાેડાનાર છે ત્યારે આવા જવાનો ને ગૃહ વિભાગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે.
કોરોના મહામારીને કારણે પોલીસ જવાનો માટે ફિઝીકલ ટ્રેનિંગ બંધ કરી દેવાઇ છે. અત્યારે કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ડિજિટલ ટ્રેનિંગ અપાય છે. હાલ ૪૮૨ એલઆરડી જવાનોને ટ્રેનિંગ માટે કરાઈ એકેડમિમાં લાવવામાં આવ્યા છે. પરંતુ કોરોનાને કારણે ફિઝીકલ ટ્રેનિંગ બંધ છે. આ જવાનોએ પોતાની ટ્રેનિંગ પૂરી કરીને ફિલ્ડ વર્ક કરવાનું છે.
આ અંગે કરાઇ પોલીસ એકેડેમીના ઈન્ચાર્જ આઈજીપી મયંક ચાવડાએ કહ્યું હતું કે, અત્યારે ફિજીકલ ટ્રેનિંગ બંધ છે. જાેકે ટૂંક સમયમાં મંજૂરી મળ્યા બાદ તે શરૂ થઈ શકે છે. પણ હાલ ગૂગલ મિટ પર તેમને ડિજિટલ ટ્રેનિંગ આપવમાં આવે છે. જેમાં કાયદાકીય જ્ઞાન અને ગુજરાત પોલીસ મેન્યુલ માટે નક્કી કરેલા નિષ્ણાંતો ડિજિટલી માર્ગદર્શન આપતા હોય છે.