Western Times News

Gujarati News

ભારતમાં તૈયાર થયેલી રેમડેસિવિર દવાના ૫ હજાર ડોઝ ગુજરાતમાં પહોંચ્યા

અમદાવાદ: કોરોના વાયરસથી સંક્રમિત ગંભીર દર્દીની સારવાર માટે ખૂબ જ જરૂરી એવી રેમડેસિવિર દવાની માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી અછત સર્જાઈ રહી હતી. આ વચ્ચે ભારતમાં જ તૈયાર થયેલી રેમડેસિવિરની પહેલી બેચનો ૫૦૦૦ શીશીનો જથ્થો રવિવારે ગુજરાતમાં પહોંચ્યો હતો અને તેને અમદાવાદમાં ઉતારવામાં આવ્યો હતો.

૬ જુલાઈએ મેન્યુફેક્ચરર સ્અઙ્મટ્ઠહ દ્ગફએ જાહેરાત કરી હતી કે ડ્રગ કન્ટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (ડ્ઢય્ઝ્રૈં)એ તેની રેમડેસિવિર ૧૦૦દ્બખ્ત દવાને ભારતમાં પ્રતિબંધિત ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. સ્અઙ્મટ્ઠહ પાસે રેમડેસિવિરનું જેનેરિક વર્ઝન લોન્ચ કરવાનું લાઈસન્સ છે.

રાજ્યના સીનિયર હેલ્થ અધિકારીએ જણાવ્યું કે, ‘સ્અઙ્મટ્ઠહએ આ દવાને બેંગલુરુમાં આવેલી ફેસિલીટીમાં તૈયાર કરી અને જુલાઈમાં ડ્ઢઝ્રય્ૈંની પરમીશન બાદની પહેલી બેચ ગુજરાતમાં આવી પહોંચી છે.’ આ દવા માર્કેટમાં મળતી દવાથી ૮૦ ટકા સસ્તી કિંમતે મળશે. પાછલા મહિને જ સિપ્લા અને હેટેરો લેબ્સ લિમિટેડએ પણ ટ્રિટમેન્ટ માટે જેનેરિક દવાનું વર્ઝન લોન્ચ કર્યું હતું.

સ્અઙ્મટ્ઠહ તરફથી કહેવાયું હતું કે, રેમડેસિવિર દવાને શંકાસ્પદ કે લેબોરેટરી દ્વારા કન્ફર્મ કોવિડ-૧૯ સંક્રમિત મોટા લોકો અથવા બાળકો જેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હોય તેમની સારવાર માટે એપ્રૂવલ મળેલું છે. ઉલ્લેખનીય છે કે બે દવાઓ ટોસિલિઝુમેબ અને રેમડેસિવિરએ કોરોનાના દર્દીની સારવારમાં સારા પરિણામો આપ્યા છે.

સીનિયર હેલ્થ અધિકારીએ જણાવ્યું કે, સ્વીડનની કંપની દ્વારા ગુજરાતને એપ્રિલ મહિનાથી ૬૪૦૦ ટોસિલિઝુમેબ ઈન્જેક્શન સપ્લાય કરવામાં આવ્યા છે, સપ્લાયના અંદાજે ૫૦ ટકા જથ્થો સકારી હેલ્થ સિસ્ટમને મળ્યો છે. હાલની તારીખમાં પણ ૮૦ ટકા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન સરકારી હોસ્પિટલમાં એડમિટ દર્દીને અપાઈ રહ્યા છે. પ્રાઈવેટ સેક્ટરમાં પણ તેની કોઈ અછત ન હોવી જાેઈએ. અધિકારીએ વધુમાં કહ્યું કે, રેમડેસિવિર દવાનો સ્ટોક આવતા જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મોટી રાહત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.