Western Times News

Gujarati News

વાપીની હરીયા એલ.જી.હોસ્પીટલની સિધ્ધિ-પ્રથમ સજાગ કાર્ડિયાક સર્જરી કરાઈ

પ્રથમ સજાગ કાર્ડિયાક સર્જરીનો લાભ આયુષમાન ભારત યોજનાના લાભાર્થીને

વલસાડઃ આજના આધુનિક યુગમાં મેડીકલક્ષેત્રે અનેક સંશોધનો થતા રહે છે. અનેક નવા સંશોધનો થકી દર્દીઅોને પણ તેનો લાભ મળતો હોય છે. હ્દયરોગ દિન પ્રતિદિન વધતો જાય છે. ત્યારે આ રોગની સારવારમાં પણ અનેક નવા સંશોધનો થયા છે. આવું જ વલસાડ જિલ્લાના વાપી સ્થિત હરીયા એલ.જી.રોટરી હોસ્પીટલ ખાતે ગુજરાતની સર્વપ્રથમ સજાગ કાર્ડિયાક સર્જરી કરવામાં આવી છે. આ સજાગ કાર્ડિયાક સર્જરીનો લાભ આયુષમાન ભારત યોજનાના લાભાર્થીને આપવામાં આવ્યો છે.

આયુષમાન ભારતના લાભાર્થી વિનોદભાઇ શર્મા સરકારનો આભાર માની જણાવે છે કે, અમારા જેવા સામાન્ય માણસને મુંબઇ, દિલ્હી કે સુરત જેવા મોટા શહેરમાં મળતી સારવાર સરકારના આયુષમાન ભારતના કાર્ડ થકી વાપી જેવા નાનકડા શહેરમાં ધરઆંગણે સારવાર મળી છે. આ સર્જરી દરમિયાન ડોકટરો સાથે વાત કરતા કરતા કરવામાં આવી છે. ઓછી તકલીફે જટિલ સર્જરી કરીને નવું જીવતદાન મળ્યું છે.

હ્દયની કોરોનરી બાયપાસ સર્જરી જટિલ છે. એક કરતાં વધારે નળીઅો બ્લોકેજ હોય તો બાયપાસ કરવામાં આવે છે. જેમાં દર્દીએ હોસ્પિલમાં ૮-૧૦ દિવસ રહેવું પડે છે. ૪૭ વર્ષના વિનોદભાઇ શર્માને હ્દયને લોહી પુરૂ પાડતી ધમનીઓ બ્લોક હતી. હરીયા હોસ્પિટલના કાર્ડિયાક સર્જન ડો. કલ્પેશ એસ.મલિક દ્વારા જનરલ એનેસ્થેસિયા આપ્યા વગર કોરોનરી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. દર્દીને એપિડયુરાલ (કરોડરજજુમાં) એનેથેસ્યિ આપવામાં આવ્યું હતું. આ સર્જરી લગભગ બે કલાક ચાલી હતી. જેમાં દર્દી સંપૂર્ણપણે સજાગ હતા. ડોકટરો સાથે વાતચીત પણ કરી શકતા હતા. સર્જરીના થોડાક જ દિવસમાં દર્દી ચાલી શકતા તેમજ પગથિયાં ચઢ- ઉતર કરી શકયા હતા.

ડા÷. કલ્પેશ એસ.મલિક જણાવે છે કે, આ પ્રકારની સજાગ બાયપાસ સર્જરી ગુજરાતમાં પ્રથમ દેશમાં બીજી વખત અને દુનિયામાં ચોથી કે પાંચમીવાર જ થઇ છે. આ સર્જરીમાં એનેસ્થેટીક ડો. સંકેત ગાંધી, ડો. કૃણાલ રામટેકે, ઇન્ટેન્સીવ કેર ર્ડા. જીતેન પરીખ, ર્ડા.વિશ્વેશે મહત્વનો ફાળો આપ્યો હતો.

આ ટેકનિકની મદદથી દર્દીને કોઇ વેન્ટીલેટર કે જનરલ એનેસ્થેસિયા આપવાની જરૂર રહેતી નથી. દર્દીને ફેફસાંને આડઅસર કે તકલીફ થવાની શકયતા ખૂબ અોછી થઇ જાય છે. આ સર્જરી જનરલ હાર્ટ સર્જરી કરતાં સસ્તી છે.  હરીયા એલ.જી.રોટરી હોસ્પીટલ ખાતે તમામ પ્રકારની જટીલ કાર્ડિયાક સર્જરી સો ટકા સકસેસ સાથે નજીવા દરે કરવામાં આવી રહી છે. મુંબઇ કે અન્ય શહેર જેવી જ શ્રેષ્ઠ સારવાર પુરી પાડવામાં આવે છે. આ હોસ્પિટલમાં રાજય સરકારની માં કાર્ડ, આયુષમાન ભારત જેવી યોજના લાભાર્થીઓ લાભ લઇ રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.