ટીપી કમિટીના ચેરમેને શબવાહિની નહીં આવતાં ખાનગી વાહનને ૫૨૦૦ ચૂકવ્યા
અમદાવાદ, અમદાવાદમાં લોકોના ઘેર કે હોસ્પિટલમાં સ્વજનનું મૃત્યુ થાય ત્યારે મ્યુનિ.ની શબવાહિનીને આવતા એ હદે મોડું થાય છે કે, લોકોને ઉંચુ ભાડું આપીેને ખાનગી વાહનોમાં મૃતદેહને સ્મશાને લઈ જવાની ફરજ પડે છે. મ્યુનિ.ના ટાઉન પ્લાનિંગ કમિટીના ભત્રીજાનું હાર્ટએટેકથી પાલડીની બોડી લાઈન હોસ્પિટલમાં બે દિવસ પહેલાં મૃત્યુ થયું હતું. ત્યાંથી વી.એસ.સ્મશાન જવા ઇકો ગાડીનું ભાડું રૂ.૫૨૦૦ ચુકવ્યું હતું. શબવાહિની બે-અઢી કલાક સુધી નહીં આવતં તેમને આ નિર્ણય લેવો પડ્યો હતો.
ચેરમેન ગૌતમ પટેલે જણાવ્યું હતું કે, ચીફ ફાયર ઓફિસરને અંગત રીતે ફોન કર્યા બાદ પણ શબવાહિનીની સગવડ સમયસર મળી ન હતી. ઘાટલોડિયા કર્મચારીનગરમાં બે દિવસ પહેલાં એક નિવૃત્ત એન્જિનિયરના પત્નીનું અવસાન થયું તેમને અને એકઠાં થયેલા સગાઓએ લાંબા સમય સુધી શબવાહિનીની રાહ જાેવી પડી હતી. આ ઉપરાંત વી.એસ.સહિતના સ્મશાન ગૃહોમાં બેસવા માટે પૂરતા બાંકડાની પણ સુવિધા ન હોવાથી લોકોને ઉભા રહેવું પડે છે. કોરોનાથી થયેલા મૃત્યુના શબ પણ આવતાં હોવાથી લોકોને સંક્રમણનો ડર લાગતો હોય છે.
આ અંગે ફાયર બ્રિગેડના અધિકારીઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે મ્યુનિ.પાસે હાલ ૧૪ શબવાહિની છે, તેમાંથી બે તો વર્કશોપમાં રિપેરીંગમાં હોય છે. બીજીતરફ કોરોનાથી મૃત્યુ થયાં હોય તો હોસ્પિટલ પહોંચ્યા પછી ત્યાંની કાગળોની વિધીમાં ૧ કલાક જાય છે અને સ્મશાન પહોંચ્યા બાદ ત્યાં આગળ એક કે બે શબ આવેલાં હોય તો બધું પતતા જ ચાર-ચાર કલાક નીકળી જાય છે. નવી ૩ નાની અને ૧ મોટી શબવાહિની ખરીદવાની મંજુરી આવી ગઈ છે,
જેની ટેન્ડર પ્રક્રિયા હાલ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાથી થતાં મૃત્યુમાં થોડો ઘટાડો થયો છે. એપ્રિલ, મે, જૂનમાં તો લોકો ત્રાસી જતાં હતા. એ સમયે પાંચ શબવાહિની કોરોનાથી અલગ રાખી હતી. હવે એવું રહ્યંુ નથી. જાે કે કોરોનાનો રોાગચાળો કેટલો ચાલશે તે કોઈ કહી શકે તેમ નથી. આ સંજાેગોમાં વહીવટમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગ તરીકે પણ આ દિશામાં વિચારવું જાેઈએ તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.