Western Times News

Gujarati News

રાજયભરમાં શિવાલયોની બહાર શ્રધ્ધાળુઓની લાઈનો

બમ-બમ ભોલે ના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યાઃ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ તમામ મંદિરોમાં સોશિયલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તપાલન : સોમનાથમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતા પોલીસ સાથે ઘર્ષણ

(પ્રતિનિધિ) અમદાવાદ, આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને લગભગ એક મહિના સુધી ભક્તો “બમ બમ ભોલે’ના નાદથી મંદિરોને ગજવી દેશે. કોરોનાના સમયમાં સોશિયલ ડીસ્ટન્સીંગ તથા માસ્ક સાથે શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. તેમ છતાં કેટલાક સ્થળોએ સોશિયલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડયા હોવાનું જાેવા મળ્યુ હતુ.
દેશના પ્રથમ જયોતિર્િંલગ સોમનાથમાં આજે સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. એક તબક્કે ભારે અરાજકતા અને અવ્યવસ્થા સર્જાઈ હતી. ટોળાને કારણે સોશિયલ ડીસ્ટન્સીંગનો અભાવ જાેવા મળ્યો હતો. એક તબક્કે પોલીસ અને ભક્તજનો વચ્ચે સંઘર્ષના દ્રશ્યો સર્જાયા હતા. ભાવિક અને પોલીસ વચ્ચે રકઝક થતા એક યુવકને પોલીસે શિસ્તના પાઠ ભણાવ્યા હતા.

સોમનાથ મહાદેવમાં સવારથી જ શ્રધ્ધાળુઓની લાઈન લાગી હતી. ચંદ્રદેવ ધ્વારા સ્થાપિત સોમનાથ દાદાના દર્શનાર્થે ભક્તો ઉમટી પડયા હતા. બીજી તરફ મંદિર પ્રશાસન અને વહીવટી તંત્ર તરફથી સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સોમનાથમાં સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન ભક્તો દેશભરમાંથી આવતા હોય છે.

ચાલુ વર્ષે કોરોનાના કહેરને કારણે પ્રતિવર્ષ કરતા સંખ્યા ઓછી જાેવા મળી રહી છે કોરોનાને કારણે શિવ મંદિરોમાં શિવલીંગ પર જળાભિષેક કરવા દેવામાં આવતો નથી તેવી જ રીતે લઘુરૂદ્રી પાલખી યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવી નથી. શિવમંદિરોમાં સવારથી ભીડ જાેવા મળી રહી છે લોકો દર્શન માટે પહોંચ્યા છે.

પરંતુ શિવલીંગ પર અભિષેક કરવા દેવામાં આવતો નથી તેથી શિવભક્તોમાં નિરાશા વ્યાપી ગઈ છે. જાેકે શિવલીંગ પર ચઢાવવામાં આવતા બિલ્વપત્ર સહિતની વસ્તુઓ પૂજારીને આપવામાં આવે તો શિવલિંગને અર્પણ કરી દે છે. સોશિયલ ડીસ્ટન્સીંગનો પ્રશ્ન ઉદ્‌ભવે નહી તે માટે મંદિરોમાં ખાસ તકેદારી રાખવામાં આવી છે અમુક મંદિરોમાં પ્રવેશતા ભકતોને માટે સેનેટાઈઝશીલ બનાવવામાં આવી છે જેમાંથી પસાર થયા પછી ભક્તોને પ્રવેશ અપાય છે. તેવી જ રીતે મંદિરોમાં માસ્ક પહેરવુ ફરજીયાત કરાયુ છે.

મંદિરના ગર્ભગૃહમાં કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. બહારથી જ ભક્તોને ભગવાનના શિવલીંગના દર્શન કરવા દેવામાં આવે છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં શિવાલયોમાં દર્શન માટે લોકોની લાઈનો લાગી છે લોકો પોતાના આરાધ્ય દેવાધીદેવ મહાદેવના દર્શન કરવા સવારથી જ શિવાલયોમાં ઉમટી પડયા છે. ભક્તજનો સોશિયલ ડીસ્ટન્સીંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહયા છે. અમદાવાદ શહેરના જાણીતા શિવ મંદિરોમાં સવારથી જ શ્રધ્ધાળુઓ ‘બમ બમ ભોલે’ના નાદથી મંદિરોને ગજવી રહયા છે. શ્રાવણ મહિનામાં પોતાના આરાધ્ય દેવને જળઅર્પણ કરી શકશે નહિ, બિલ્વપત્ર પણ અર્પણ કરી શકશે નહિ તેને કારણે શિવભક્તો નિરાશ જરૂર થયા છે પરંતુ કોરોનાની મહામારીના કારણે દરેક જણે સરકારી ગાઈડલાઈનને અનુસરવુ પડે છે કોરોના સંક્રમણને વધતુ અટકાવવા ભક્તો ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરી રહયા છે. શ્રાવણ મહિનામાં જ ભગવાન કોરોનાને દુર કરીને લોકોને આપદામાંથી મુક્તિ અપાવે તેવી ભગવાનને નાગરિકો કાલાવાલા કરી રહયા છે.

ભગવાન ભોલેનાથ મહાકાલ છે તેઓ કાળના પણ કાળ કહેવાયા છે ત્યારે કોરોના કાળને દૂર કરવા તેઓ સમર્થ છે. બીજી તરફ શ્રાવણ મહિનામાં ભૂદેવો પણ હોમ- હવન કરી શકશે નહિ. મંદિરમાં લઘુરૂદ્ર, રૂદ્રીપાઠ થતા હોય છે પરંતુ આ વખતે શિવાલયોના સ્થાને ભૂદેવોએ ઘરે બેસીને પૂજા- અર્ચના કરવી પડશે. ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના ઘટી છે કે શ્રધ્ધાળુઓ ભગવાનના શિવલીંગ પર જળનો અભિષેક કરી શકશે નહિ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.