આવતી કાલે ગુજરાતના ૪ સહિત ૫૬ રાજ્યસભાના સાસંદ તરીકે શપથ લેશે
અમદાવાદ: ગુજરાતના ૪ રાજ્યસભા સાંસદ સહિત દેશના ૫૬ સાંસદો શપથ લેશે. આ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગુજરાતના વિજેતા સભ્યો આજે દિલ્હી જવા રવાના થઈ ગયા છે.
નવનિર્વાચિત રાજ્યસભાના સાંસદો શપથ લેશે. આવતીકાલે ૨૦ રાજ્યના ૫૬ સાંસદો શપથ લેશે. ગુજરાતના ૪ રાજ્યસભા સાંસદ શપથે લેશે. અભય ભારદ્વાજ, રમિલાબેન બારા, નરહરિ અમીન અને શક્તિસિંહ ગોહિલ શપથ લેશે.
શપથગ્રહણને લઈ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. એક સાસંદ સાથે પરિવારનો એક સદસ્ય જ ભાગ લેશે. સામાજિક અંતરનું ફરજિયાત પાલન કરવું પડશે. ગુજરાતના સાંસદો દિલ્લી જવા રવાના થઈ ગયા છે.