શ્રુતિ હસને વૃદ્ધ મહિલાની ભૂમિકા ભજવી

મુંબઈ: અભિનેત્રી શ્રુતિ હાસનનું કહેવું છે કે, ફિલ્મ ‘યારા’માં પોતાનું પાત્ર ભજવવાની તૈયારી કરવી તેના માટે આનંદની વાત હતી, કારણ કે તે પહેલીવાર વૃદ્ધ મહિલાની ભૂમિકા ભજવી રહી હતી.
શ્રુતિએ કહ્યું, ‘વાર્તા ૭૦ના દાયકા અને પછી ૯૦ના દાયકાની પૃષ્ઠભૂમિની છે. તેથી સમય જતાં પાત્રના જુદા જુદા દેખાવમાં પ્રવેશવું એક મનોહર લાગણી હતી. ૯૦ના દાયકામાં અમે વૃદ્ધ પાત્રમાં છીએ.’
અભિનેત્રીએ કહ્યું કે, ‘આ પહેલી વાર હતું જ્યારે હું વૃદ્ધ મહિલાની ભૂમિકા નિભાવી રહી હતી. મને તેની તૈયારી કરવાની મજા પડી.’ આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ, અમિત સાધ, વિજય વર્મા, કેની બસુમતારી અને સંજય મિશ્રા જેવા કલાકારો પણ છે. આ ફિલ્મ ૩૦મી જુલાઈએ ઝી-૫ પર ફ્રેન્ડશીપ ડે નિમિત્તે રિલીઝ થવાની છે.