SVP હોસ્પિટલ માટે મલ્ટિલેવલ પાર્કિગ ઊભું કરાયું
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા જાન્યુઆરી-૨૦૧૯ના રોજ એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું પણ એસવીપી હોસ્પિટલના પ્લાન મંજૂર કરવામમાં આવ્યા તે વેળાએ જૂની વીએસ હોસ્પિટલની જગ્યાને પાર્કિગ તરીકે દર્શાવી હતી પણ તેમાં વિવાદ થતાં હાલ તો એસવીપી પરિસરમાં મલ્ટિલેવલ પાર્કિગ ઊભું કરાઈ રહ્યું છે પણ એસવીપી હોસ્પિટલની જરૂરિયાત મુજબના પાર્િંકગ માટે જૂની વીએસનું બિલ્ડિંગ દૂર કરવું જરૂરી મનાય છે તેના ભાગરૂપે કેથલેબ બંધ કરીને તે બિલ્ડિંગનો ભાગ તોડવાનું નક્કી કરાયું છે.
વીએસ હોસ્પિટલમાં ૫૦૦ બેડ કાર્યરત રખાશે તેવો દાવો સત્તાધીશો કર્યાે હતો પણ છેલ્લા દોઢ વર્ષથી કેથલેબ બંધ હાલતમાં છે. હવે આગામી ૨૨મી જુલાઈને બુધવારે વીએસ હોસ્પિટલ વ્યવસ્થાપક મંડળની બેઠક મળશે.
આ બેઠકમાં કેથલેબનું બિલ્ડિંગ ડિમોલિશન કરવાની દરખાસ્ત મુકાઈ છે. વીએસ હોસ્પિટલના હેરિટેજ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કેથલેબ આવેલી છે જે ભૂકંપની દૃષ્ટિએ સુરક્ષિત ન હોવાનું કહીને મ્યુનિ.એ તેનું ડિમોલિશન કરવાની દરખાસ્ત મૂકી છે સાથે મ્યુનિ.એ દરખાસ્તમાં એવું પણ લખ્યું છે કે, આ જગ્યાનો નિકાલ કરવાની અપસેટ વેલ્યુ રૂ.૬૦ લાખ નક્કી કરાઈ છે જેના આધારે ઈ-ઓક્શન કરીને તેનો નિકાલ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસવીપી હોસ્પિટલ કાર્યરત થયા બાદ જૂની વીએસ હોસ્પિટલનો તમામ ડોક્ટરોને ટ્રાન્સફર કરી દેવાયા હતા ત્યારથી વીએસ હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી-એન્જીયોપ્લાસ્ટિની સેવા બંધ થઇ ગઇ છે.