Western Times News

Gujarati News

સંતરામપુરના ડબગરવાસના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં આરોગ્યની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે થર્મલ સ્ક્રીનીંગ

લુણાવાડા: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે આ આરોગ્ય કર્મીઓ ગામેગામ ફરીને ડોર ટુ ડોર સર્વેલન્સની સાથે આરોગ્યલક્ષી શિક્ષણ આપી રહ્યા છે.

પછી તે કન્ટેન્મેન્ટ ઝોન હોય બફર ઝોન હોય કે પછી કોઈ પણ વિસ્તાર હોય તેઓ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય નાગરિકોના આરોગ્યની ચિંતા કરી રહ્યા છે, જેના ભાગરૂપે ગઇકાલે તા.૨૧મીના રોજ આર.બી.એસ.કે.ના મેડીકલ ઓફિસર અને આયુષના મેડીકલ ઓફિસર દ્વારા સંતરામપુર અર્બનના ડબગરવાસના પોઝીટીવ આવેલા કેસના કન્ટે નમેન્ટસ વિસ્તા.રમા તથા મુલતાની વાસમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યુંવ.

આ સર્વે દરમિયાન તમામ નાગરિકોનું થર્મલ સ્ક્રી નીંગ અને પ્લતસ ઓકસીમીટરથી જીર્ઁં૨ માપવામાં આવ્યુંન હતું. તેમજ હોમિયોપેથી આર્સેનિક આલ્બ્મની ગોળીઓ રૂબરૂમાં ગળાવવા સહિત ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યુંવ હતું. મેડીકલ ઓફિસરોએ તેમની આ મુલાકાત દરમિયાન તમામને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ આપી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા વારંવાર સાબુથી હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.