વિરપુર નગરના વિસ્તારોની દયનીય હાલત.રસ્તાઓમાં ખાડા કે ખાડાઓમાં રસ્તા..???
વિરપુર: લોકોને રસ્તાઓ,પાણી સ્ટ્રીટ લાઈટ,સાફ સફાઈ જેવી પાયાની સુવિધાઓ પુરી પાડવાનું કામ તંત્રનુ હોય છે આ માટે તંત્ર નાગરિકો પાસેથી વેરા વસુલ કરે છે પણ વિસ્તારોમાં આ સુવિધાઓ આપવામાં તંત્રની યોજના માત્ર કાગળ પર છે મહિસાગરના વિરપુર નગરના મોટા ભાગના જાહેર માર્ગો પર ઠેર ઠેર એક એક ફુટના ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે ખાડાઓને લઈને ધણીવાર અકસ્માત પણ થઈ ચુક્યા છે મુકેશ્વર મહાદેવ ચોકડી પાસેથી વિકાસ માર્કેટ,પશુદવા ખાનાથી સીએમ દેસાઈ હાઈસ્કૂલ, હાઈસ્કૂલથી ભાથીજી મંદિર સુધીનો જાહેર માર્ગ અતી જોખમી તેમજ જર્જરિત થઈ ચુક્યો છે દર વર્ષની જેમ પણ સ્થાનીક ગ્રામ પંચાયત દ્વારા ખાડા પુરવાની કામગીરી ચાલુ કરેલ છે જે સારી બાબત કહેવાય પરંતુ તંત્ર ફક્ત થીંગડા મારી અને ખાડામાં કપચી પુરી સંતોષ માન્યો છે ખાડાઓમાં પુરેલી કપચી વાહનોની અવર જવરને લઈ રોડ પર ફેલાઈ છે વાહનો જતા આવતા આ કપચી રોડ પર ટાયર પડતાજ બંદુકની ગોળીની જેમ ઉડે છે જેને લઈ અવર જવર કરતા રાહદારીઓ સહિત ટુ વ્હીલર ચાલકોને ઈજા પહોંચે છે તંત્ર દ્વારા કપચી સાથે ડામર મીક્સ કરી ખાડા પુરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે…
મૂકેશ્વર મંદિર થી હાઇસ્કૂલ અને પશુ દવાખાના થી નાથાકાકા ની મિલ વાળો રસ્તો મ અને મા જિલ્લા પંચાયત મા આવેલ છે અત્યાર સુધી ડામર રોડ તેમના દ્વારા જ બનાવવા મા આવેલ છે હાલ જે ખાડા પડેલ છે અને રસ્તો ખરાબ થઈ ગયેલ છે તેનું કામ તેઓ ને કરવા નું હોય છે હાલતો કામ ચલાવ માટે કોકરેટનો ડસ્ટ નાખી ખાડા પુરી દેવામાં આવ્યા છે..