ભારતમાં કોરોના વેક્સીન હજાર રુપિયામાં મળી શકશેે
ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીનના માણસ પર પ્રયોગ ચાલી રહ્યા છે, ટ્રાયલમાં સારા પરિણામો મળ્યા
નવી દિલ્હી, કોરોના વાયરસ સામે જંગ લડવા માટે દુનિયાના ઘણાં દેશોમાં વેક્સીન બનાવવા પર કામગીરી કરવામાં આવી રહી છે. આવામાં ભારત સહિત ઘણાં દેશોમાં વેક્સીન પર પ્રયોગો ચાલી રહ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીન હ્યુમન ટ્રાયલમાં સફળ સાબિત રહેવાની ઘણી આશાઓ બંધાઈ છે. એવામાં તેની કિંમતને લઈને ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીનના માણસ પર પ્રયોગ ચાલી રહ્યા છે અને ટ્રાયલમાં સારા પરિણામો મળી રહ્યા છે. ભારતમાં પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીનનું પ્રોડક્શન કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ઓક્સફોર્ડની આ કોરોના વેક્સીનને લઈને લોકોએ ઓક્સફોર્ડ વેક્સીન ગ્રુપના ડિરેક્ટર એન્ડ્રૂ જે પોલાર્ડ સાથે વાતચીત કરી છે. સેરમ ઈન્સ્ટિટ્યુટના પુનાવાળાએ વેક્સીનની કિંમત પર જણાવ્યું, “કારણ કે આ સમસ્યાથી આખી દુનિયા પીડાઈ રહી છે ત્યારે અમે તેની કિંમત ઓછી રાખીશું. આ વેક્સીન પર શરુઆતમાં નફો કમાવવા પર વિચાર નથી. ભારતમાં તેની કિંમત ૧૦૦૦ રુપિયાની આસાપાસ કે તેનાથી ઓછી હોઈ શકે છે. એન્ડ્રૂ પોલાર્ડે જણાવ્યું કે, કોરોના વેક્સીનના એન્ટીબોડી રિસ્પોન્સથી ખ્યાલ આવે છે કે વેક્સીન કોરોનાના દર્દીઓ પર ઘણી અસર કરી રહી છે. તેમણે કહ્યું, “શરુઆતના ટ્રાયલમાં સફળતા દેખાયા પછી હવે અમે તેના પૂરાવાની જરુર છે કે આ વેક્સીન કોરોના વાયરસથી લોકોને બચાવવામાં સક્ષમ છે.
પોલાર્ડે જણાવ્યું કે હવે કોરોના વેક્સીનની અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવી રહી છે અને તેમાં ચકાસવામાં આવશે કે વેક્સીનની લોકો પર કેવી અસર થાય છે. તેમણે એમ પણ કહ્યું કે, “કોરોના મહામારી દરમિયાન વેક્સીન બનાવવી અને તેને દુનિયામાં સુનિશ્ચિત સમયે પહોંચાડવી તે એક પડકાર છે. ભારતમાં આ વેક્સીનનું પ્રોડક્શન કરનારી પુણેની સેરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું, “અમે મોટા પ્રમાણમાં આ વેક્સીનનું પ્રોડક્શન કરવાની તૈયારી બતાવી છે. અમે આ અઠવાડિયે વેક્સીનની મંજૂરી મેળવવા જઈ રહ્યા છીએ.” આ સાથે તેમણે જણાવ્યું કે, ઓક્સફોર્ડની વેક્સીન કોવિશીલ્ડના ડિસેમ્બર સુધીમાં ૩૦-૪૦ કરોડ ડોઝ બનાવવામાં સફળતા મળી શકે છે.