મણિપુરમાં આવતીકાલથી 14 દિવસનું લોકડાઉન
નવી દિલ્હી. મણિપુરમાં સંક્રમણના કેસ વધતા ગુરુવાર બપોરના 2 વાગ્યાથી 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાશે. દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 12 લાખ 1 હજાર 727 થઈ ગઈ છે. આ આંકડો covid19india.org મુજબ છે. આ તરફ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે દિલ્હીમાં હવે દર મહિને સીરો સર્વે કરાશે. મહિનાની એકથી પાંચ તારીખ વચ્ચે આ સર્વે કરાશે. વધુમાં વધુ લોકોના સેમ્પલ લેવાશે. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાના કેટમાં ઘટાડો આવ્યો છે પણ સીરો સર્વે પ્રમાણે રાજધાનીમં દર પાંચમાંથી એક વ્યક્તિ આ બિમારીથી પીડિત છે. મણિપુરમાં આવતીકાલથી 14 દિવસનું લોકડાઉન લાગુ કરાયું છે.