નોરા ફતેહીને નાનકડા ફેન તરફથી મળ્યું મેરેજ પ્રપોઝલ

મુંબઈ: કિલર ડાન્સ મૂવ્સના કારણે જાણીતી નોરા ફતેહી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. ફિલ્મોનું શૂટિંગ શરુ ન થયું હોવાથી એક્ટ્રેસ હાલ ઘરે છે અને ફ્રી ટાઈમનો ઉપયોગ કરી રહી છે. તે ઘણીવાર તેના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ફની વીડિયો તેમજ થ્રોબેક વીડિયો શેર કરીને પણ નોરા ફતેહી યૂઝર્સને મનોરંજન પૂરું પાડવાનું લોકડાઉન દરમિયાન પણ ભૂલી નહોતી.
નોરા ફતેહી હાલમાં તેના નાનકડા ફેનનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નાનકડો છોકરો નોરા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતો જાેવા મળ્યો. તો એક્ટ્રેસ પણ સામે સ્વીટ રિપ્લાય આપ્યો છે. વીડિયોમાં છોકરાને તેની મમ્મી પૂછી રહી છે કે, ‘તારે લગ્ન કરવાના છે?’.
તો છોકરો કહે છે કે, ‘હા, ‘દિલબર’વાળી છોકરીની સાથે લગ્ન કરવા છે’. નોરાએ રિપ્લાયમાં લખ્યું છે કે, ‘મને મારો પતિ મળી ગયો, અમે લગ્ન કરવા જઈ રહ્યા છીએ’. આ સાથે તેણે કેટલાક ઈમોજી પણ શેર કર્યા છે. નોરાએ હાલમાં તેણે મિસ ઈન્ડિયા એવોર્ડ ૨૦૧૮માં પર્ફોર્મન્સ આપ્યું હતું તેનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે, આ પર્ફોર્મન્સે જ તેને ‘દિલબર’ સોન્ગ અપાવવામાં મદદ કરી હતી.
કેપ્શનમાં તેણે લખ્યું હતુ કે, ‘આ થ્રોબેક વીડિયોના ૧૪ મિલિયન વ્યૂને સેલિબ્રેટ કરી રહી છું, કારણ કે આ વીડિયો જ મારું જીવન હંમેશા માટે બદલી નાખ્યું. આ વીડિયોએ રેકોર્ડ બ્રેક કર્યો અને મને ‘દિલબર’ સોન્ગ મળ્યું. દિલબર વીડિયોમાં પણ મેં આજ આઉટફિટ પહેર્યું છે. થેન્ક યુ ૧૪ મિલિયન’