મુખ્યમંત્રી નારાજઃ સાંજ સુધીમાં માસ્કની દંડની રકમ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ વધતા રાજ્યસરકાર દ્વારા સોશિયલ ડીસ્ટન્સીગ તથા માસ્કને લઈને વધુ કડકની નીયમ બનાવતી હતી. તેમાં માસ્ક નહી પહેરનારાઓને દંડનાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડતો હતો જાેકે દંડની રકમ અલગ અલગ સ્થળે જુદી જુદી લેવામા આવતા ભારે ઉહાપો થયો હતો અમુક સ્થળોએ તો પ્રજા પોલીસ અને કોર્પોરેશનના કર્મચારીઓ તુ તુ મે મેની સ્થિતિ સર્જાઈ હતી.
પ્રજામાં માસ્ક વિના જે દંડ લેવાઈ રહ્યો હતો તેને લઈને રોષ વધી રહ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ માસ્કની પહેરવાને લઈને હાલમાં જે અલગ અલગ દંડ લેવામાં આવી રહ્યો છે અમુક સ્થળોએ માસ્ક વિનાના લોકોને રૂ. ૫૦૦નો કેટલીક જગ્યાએ રૂ. ૨૦૦નો દંડ વસૂલવામા આવે છે પોલીસ વિભાગ અને કોર્પોરેશન અધિકારીઓની દંડની રકમમાં તફાવત જાેવા મળી રહ્યો છે.
દંડની રકમ અલગ અલગ વસુલવામા આવતી જાેઈને મુખ્યમંત્રી પણ રાજી નથી તેથી રાજ્યભરમાં દંડની રકમ એક સરખી હોવી જાેઈએ તેનો તેમનો મન છે તેથી સાંજ સુધીમાં રાજ્યભરમાં માસ્ક નહી પહેરનારાઓ સાથે દંડની રકમ એક સરખી કરવાનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે.
રાજ્યમાં કોરોનાના કેસો વધતા રાજ્ય સરકાર ફરજમાં આવી ગઈ હતી. નાગરિકો ઘરની બહાર કામકાજના અર્થ હોવા છતા માસ્ક પહેરતા ન હતા માસ્ક નહી પહેરવાથી કોરોના સંક્રમણ સંભાવના વધી ગઈ હતી. પરિણામે રાજ્યસરકારે કડક હાથે કામ લેવાનું નક્કી કર્યુ હતુ માસ્ક નહી પરીણામ પહેરનારાઓને દંડની રકમ ફટકારવાની શરૂઆત કરી દેવાઈ હતી. પરંતુ તેમા પણ અલગ અલગ સ્થળોએ દંડની રકમ લેવામા મોટો તફાવત જાેવા મળ્યો હતો.
જેમા રૂ ૨૦૦ અને રૂ ૫૦૦ એમ અલગ અલગ પ્રકારે દંડની રકમ લેવામાં આવતા નાગરિકો રોષ મુખ્યમંત્રી ધ્યાન પર આવતા તેમણે સ્વાભાવિક પણે નારાજગી બતાવી છે અને દંડની રકમ રાજ્યભરમાં એકસરખી વસુલવામાં આવે તેવી તાકીદ કરી હતી. આજે સાંજે સુધીમાં માસ્કની રકમ સરખી લેવાય તે નક્કી કરશે તેમ મનાઈ રહ્યુ છે.