ટેસ્ટ ક્રિકેટમાં કોહલી કરતા વઘુ સારો ક્રિકેટર છે સ્ટિવ સ્મિથ
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેનના ટેસ્ટ ક્રિકેટમાં સાથી ખેલાડી સ્ટીવ સ્મિથને વિરાટ કોહલી કરતા શ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડી ગણાવ્યો છે. આ સાથે તેમને મર્યાદિત ઓવરોમાં કોહલીનો કોઈ જવાબ નથી. ટેસ્ટ રેંેકિંગમાં સ્મિથ અને કોહલી ટોચના બે બેટ્સમેન છે. લાબુશેનનું માનવું છે કે, સ્મિથ દબાણ અને અલગ અલગ પીચ પર પણ સારૂ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર લાબુશેનને જણાવ્યું છે કે, મને લાગે છે કે સ્મિથે કહ્યું છે કે, તે ટેસ્ટ ક્રિકેટમાં દરેક પરિસ્થિતિમાં કોઈ રસ્તો શોધી શકે છે. આ જ વસ્તુ તેને ટેસ્ટમાં પ્રથમ નંબરનો ખેલાડી બનાવે છે. ભલે સ્મિથ ભારત હોય કે ઇંગ્લેન્ડ, તે દરેક જગ્યાએ પોતાનો રસ્તો શોધી કાઢે છે.
સ્મિથે ભારતમાં સ્કોર કર્યો છે, ઈંગ્લેન્ડમાં પણ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં પણ સ્કોર કરી રહ્યો છે. તેથી સ્મિથ ક્યાં રમી રહ્યો છે અને ક્યાં સંજાેગોમાં રમી રહ્યો છે, તેનાથી તેનો કોઈ ફર્ક નથી પડતો. સ્મિથ રન બનાવવાનું જાણે છે અને તે રન બનાવી જાણે છે.
વિરાટે પણ આવું જ કર્યું છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં હું સ્મિથને શ્રેષ્ઠ માનુ છું.ઓસ્ટ્રેલિયન ક્રિકેટર લાબુશેન ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીના ૨૭ સદી છે, જ્યારે સ્મિથે ૨૬ સદી ફટકારી છે. વિરાટની એવરેજ રન રેટ કરતા સ્મિથની રનરેટ વધુ છે. વિરાટ મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરે છે. કોહલી મેચ જે રીતે રન ચેઝ કરી લક્ષ્યાંક હાંસલ કરે છે, એ પરથી મને લાગે છે કે, મને તેમની પાસેથી ઘણંુ શીખવા મળ્યું છે.