વાલ્મીક સમાજના ખાનગી સફાઇ કામદારોને સેફટી સાધન કિટ આપવામાં આવી
સેન્ટર ફોર ડેવલપમેન્ટ સંસ્થા, અમદાવાદ દ્વારા તારીખ 16-07-2019 ના રોજ ‘’સમાવેશી શહેર’’ કાર્યક્રમ ના અંતર્ગત વાલ્મીક સમાજના જે લોકો ખાનગી સફાઇ કામગીરી સાથે જોડાયેલા હોય તેવા કામદારોને તેમના સ્વાસ્થય પ્રત્યે તકેદારી લેતા થાય અને તેવોનું પણ જીવન નિરોગી બને તે ઉદેશ્યને લઇને સંસ્થા દ્રારા અમદાવાદ શહેરના ત્રણ વિસ્તારોના વાલ્મિકી સમાજના કામદારોની પંસગી કરી ત્યાં રહેતા અને ખાનગી સફાઇ કામદારો ને સેફટી સાધન કિટ (માસ્ક, હેન્ડ ગ્લોબ, જુતા , મોજા , એપ્રોન,કેપ) પસંદ કરાયેલા કુલ 109 શ્રમિકો ને એક સેફ્ટી કિટ આપવામાં આવશે જેથી સફાઇકામદાર શ્રમિકો પોતાની સુરક્ષાનો ખ્યાલ રાખી શકે.
આ કાર્યક્રમ માં આમંત્રીત મેહમાનો ડો. પરાગ શાહ ડે. મ્યુનિસીપલ કમિશ્નર દક્ષિણ ઝોન, પરસોત્તમ વાધેલા,માનવ ગરીમા, સારંગભાઇ મોદી, હેલ્થ ડાયરેક્ટર દક્ષિણ ઝોન, સરફરાજભાઇ મંસુરી ઉમંગ સેવા ટ્રસ્ટ, કાર્યક્રમને સપોર્ટ કરનાર ઇન્ડો ગ્લોબલ સોશિયલ સર્વિસ સોસાયટીના સભ્યોએ પણ હાજરી આપી હતી.