ઘરમાં આગ લાગી તો 2 બાળકો ત્રીજા માળેથી કૂદ્યા, નીચે ઊભેલા લોકોએ કર્યા કૅચ
પેરિસઃ ફ્રાન્સના ગ્રેનોબલ શહેરથી એક વીડિયો વાયરલ હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે. ગ્રેનોબલની એક સોસાયટીના બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ ઘરમાં ફસાયેલા બાળકો બારીની બહાર ત્રીજા માળેથી કૂદી પડ્યા. નસીબની વાત એ છે કે તેમને બચાવવા માટે બારીની નીચે અનેક લોકો એકત્ર થઈ ગયા હતા જેમણે આ બાળકોને કૅચ કરી તેમની જિંદગી બચાવી લીધી. એક બાળકની ઉંમર 10 વર્ષ જ્યારે નાના બાળકની ઉંમર 3 વર્ષ હોવાનું કહેવાય છે.
‘ધ સન’માં પ્રકાશિત રિપોર્ટ મુજબ, વાયરલ વીડિયોમાં બંને બાળકો બારીના માધ્યમથી નીચે કૂદતા જોવા મળી રહ્યા છે. જમીનથી બારીની ઊંચાઈ 40 ફુટથી પણ વધારે હોવાનું કહેવાય છે. બાળકોને કૅચ કરનારા લોકોમાંથી એક અતોમાની વાલિદે ફ્રેન્ચ રેડિયોને જણાવ્યું કે આગ એટલી ભીષણ હતી કે એવી સ્થિતિમાં અંદર જવું શક્યું નહોતું અને ન તો બાળકો વધુ વાર સુધી જીવતા રહી શકતા. એવામાં અમે લોકોએ નક્કી કર્યું કે બાળકોને કૂદવા માટે કહેવામાં આવે અને બધું સારું રહ્યું.
આ વીડિયો સામેની બિલ્ડિંગમાં રહેનારા એક વ્યક્તિએ ઉતાર્યો અને તેને સોશિયલ મીડિયા પર શૅર કર દીધો. ત્યારબાદથી વીડિયો ઘણો વાયરલ થઈ ગયો. વાલિદે જણાવ્યું કે, બંને બાળકોથી એકને કૅચ કરવા દરમિયાન હાથ તૂટી ગયો છે, જોકે તેની જિંદગી બચી ગઈ તે અમારા માટે સંતોષની વાત છે.