અંકલેશ્વર શહેર પોલીસે બે રીઢા ચોરોની શંકાસ્પદ ૨૫ મોબાઈલ અને ૧ લેપટોપ સાથે ધરપકડ કરી

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: રેન્જ પોલીસ મહાનીરક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા તથા પોલીસ આધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ નાઓ ત૨ફ થી જીલ્લા માં બનેલ મિલ્ક્ત સંબધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ અંકલેશ્વ૨ ડિવીઝન નાઓએ મિલ્ક્ત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અંકલેશ્વર શહે૨ પોલીસની એક ટીમની ૨ચના કરવામાં આવી હતી.
જે ટીમ દ્વારા આ પ્રકારના ગુના બાબતે જરૂરી પેટ્રોલીંગ તથા સીસીટીવી ફૂટેજ તથા બાતમી આધારે વોચ તપાસમાં રહી મિલ્કત સંબંધી ગુનાઓ શોઘી કાઢવા પોલીસ ઈન્સપેક્ટર ઓ.પી.શીશોદીયા નાઓની સુચના મુજબ પેટ્રોલીંગ માં હતા.આ દરમ્યાન બાતમીદા૨ થી બાતમી મળેલ કે અંકલેશ્વર શહે૨ના મહાવી૨ ટર્નીંગ પાસે ઈસમ ગુલાબી કલરની કાપડની
થેલીમાં ચોરીના મોબાઈલ દુકાનમાં વેચવા માટે ફરે છે.
જે બાતમીના આધારે મહાવી૨ ટર્નીંગ પાસે ઉભેલ બે ઈસમો ને પકડી પાડી તેમની પાસેની થેલીમા ચેક કરતા મોબાઈલ નંગ ૨૫ તથા એક લેપટોપ મળી આવતા તેના આધા૨ પુરાવા તથા બીલો ૨જુ કરવા જણાવતા બીલો નહી હોવાનુ જણાવતા અને કોઈ સંતોષકા૨ક જવાબ આપતા ન હતા.
આ બંને ઈસમો પાસે થી મળી આવેલ અલગ અલગ કંપની ના એન્ડ્રોઈડ મોબાઈલ ૨૫ નંગ જેની કીમત રૂપિયા ૯૮,૫૦૦ તેમજ એચ.પી કંપની નું એક લેપટોપ જેની કિમત રૂપિયા આશરે ૨૦,૦૦૦ જેની કોઈ જગ્યાએ થી ચોરી અથવા તો છળકપટ થી મેળવી લાવેલ હોવાનું જણાતા બંને આરોપીઓ અમિત ઉર્ફે ઈમલો દામજી વસાવા તથા તેનો સાગરીત મથુર રયજી પરમાર પાસેથી મળી આવેલ મુદ્દામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે લઈ બંને આરોપીઓ ની સીઆરપીસી કલમ (૪૧)(૧) ડી મુજબ અટકાયત કરવામાં આવી હતી.