Western Times News

Gujarati News

કોર્નિંગે મોબાઇલ કન્ઝ્યુમર્સ ઈલેક્ટ્રોનિક્સ માટે રજૂ કર્યો અત્યાર સુધીનો સૌથી મજબૂત ગોરિલા ગ્લાસ

Mobile phone and electronic tablet

કોર્નિંગ ઇનકોર્પોરેટેડે આજે ગ્લાસ ટેક્નોલોજીમાં તેની અદ્યતન સફળતા કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસની રજૂઆત કરી છે. સ્માર્ટફોન્સ, લેપટોપ્સ, ટેબલેટ્સ અને વેરેબલ્સ માટે મજબૂત ગ્લાસ પ્રદાન કરવાના એક દાયકાથી વધુના વારસા પર નિર્મિત ગોરિલા ગ્લાસ વિક્ટસ અન્ય ઉત્પાદકોના સ્પર્ધાત્મક એલ્યુમિનોસિલીકેટ ગ્લાસની તુલનામાં ગ્રાહકો અને ઓઈએમ સાથે નોંધપાત્ર રીતે વધુ ડ્રોપ અને સ્ક્રેચ પ્રભાવ પ્રદાન કરે છે.

“કોર્નિંગના વ્યાપક ગ્રાહક સંશોધને દર્શાવ્યું છે કેઉન્નત ડ્રોપ અને સ્ક્રેચ પ્રદર્શનગ્રાહક ખરીદી નિર્ણયોના મુખ્ય ઘટકો છે.”, તેમ મોબાઇલ કન્ઝ્યુમર ઇલેકટ્રોનિક્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર શ્રી જ્હોન બેને જણાવ્યું.

વિશ્વના વિશાળ સ્માર્ટફોન્સ બજારો ચીન, ભારત અને અમેરિકામાં ટકાઉપણું સ્માર્ટફોન્સ માટે ખીરીદીમાં સૌથી મહત્વપૂર્ણ ધ્યાન કેન્દ્રિત છે, જ્યારે બીજા સ્થાને ઉપકરણની બ્રાંડ છે. જ્યારે સ્ક્રિન સાઇઝ, કેમેરા ક્વોલિટી અને ડિવાઇસ પાતળાપણા જેવી વિશેષતાઓની સામે પરીક્ષણ કરવામાં આવે ત્યારે ટકાઉપણાનું મહત્વ બે ગણુ થઇ જાય છે અને ગ્રાહકો શ્રેષ્ઠ ટકાઉપણા માટે ચૂકવણી માટે તૈયાર હતા. વધુમાં, કોર્નિંગે 90,000થી વધુ ગ્રાહકો પાસેથી મળેલા પ્રતિભાવોનું વિશ્લેષણ કર્યું છે, જે દર્શાવે છે કે સાત વર્ષોમાં ડ્રોપ અને સ્ક્રેચનું મહત્વ લગભગ બેવડાઇ ગયું છે.

“નીચે પડી જતા ફોન તૂટી પણ શકે છે, પરંતુ અમે સારા ગ્લાસિસને વિકસિત કર્યા છે જે ફોનને વધારે વાર પડવા સામે સુરક્ષિત રાખે છે, પરંતુ તેમાં વધુ સ્ક્રેચિઝ પણ દેખાતા હતા, જે ઉપકરણની ઉપયોગિતાને અસર કરે છે.” બેને જણાવ્યું. “અમારા ટેકનોલોજીસ્ટને ડ્રોપ અથવા સ્ક્રેચ માટે ઉન્નત ગ્લાસ બનાવવા માટેનાએક જ ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવાના અમારા ઐતિહાસિક અભિગમને બદલે અમે તેમને ડ્રોપ અને સ્ક્રેચ બન્નેને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જણાવ્યું અને તેના પરિણામ સ્વરૂપે મેળવ્યો ગોરિલા ગ્લાસ વિક્ટસ.”

લેબોરેટરી પરીક્ષણમાં, ગોરિલા વિક્ટસ 2 મીટર ઉપરથી સખત અને રફ સપાટી પર પડતા સમયે શ્રેષ્ઠ પ્રદર્શન મેળવે છે. જ્યારે અન્ય ઉત્પાદકોના સ્પર્ધાત્મક એલ્યુમિનોસિલીકેટ ગ્લાસિસ 0.8 મીટર પરથી પડતા સામાન્ય રીતે નિષ્ફળ સાબિત થાય છે. ગોરિલા ગ્લાસ વિક્ટસ સ્ક્રેચ રેઝિસ્ટન્સમાં બે ગણી શ્રેષ્ઠતા સાથે કોર્નિંગ® ગોરિલા® ગ્લાસને પણ પાછળ છોડે છે. ઉપરાંત, ગોરિલા ગ્લાસના સ્ક્રેચ રેઝિસ્ટન્સ સ્પર્ધાત્મક એલ્યુમિનોસિલીકેટ ગ્લાસિસ કરતા ચાર ગણા શ્રેષ્ઠ છે.

 ગોરિલા ગ્લાસને 45 કરતા વધુ મુખ્ય બ્રાંડ્સના 8 બિલિયન ડિવાઇઝથી વધુમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. કંપનીના મોબાઇલ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (MCE)માર્કેટ – એક્સેસ પ્લેટફોર્મના માધ્યમથી કોર્નિંગ પોતાના બજાર અગ્રણી કવર ગ્લાસની સાથે સાથે સેમી કંન્ડટર ઉત્પાદનો માટે ગ્લાસ અને ઓપ્ટિક્સ સાથે નવીનતાના વારસાને જાળવી રાખે છેકે જે પ્રદર્શનમાં વધારો કરે છે, નવા કેનેક્વિટી ફિચર્સ પ્રદાન કરે છે, નવી ડિઝાઇનને સક્ષમ બનાવે છે અને ઑગમેન્ટેડ રિયાલીટી અને 3ડી સ્ક્રિનીંગ સાથે ઉપયોગકર્તાના અનુભવોને સમર્થન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.