માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સનો રૂ. 4500 કરોડનો IPO 27 જુલાઈથી શરૂ થશે
માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સ REITનો આઈપીઓ 27 જુલાઈના રોજ શરૂ થઈ રહ્યો છે. કંપની આઈપીઓ મારફત રૂ. 4500 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેની પ્રાઈસ બેન્ડ રૂ. 274-275 છે. એપ્રિલ, 2019માં એમ્બેસે ઓફિસ પાર્ક્સ REIT બાદ આ દેશનો બીજો REIT આઈપીઓ ગણાશે. માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સ REIT રિયાલ્ટી ડેવલોપર કે. રહેજા કોર્પ અને પ્રાઈવેટ ઈક્વિટી મેજર બ્લેકસ્ટોન ગ્રુપનુ સંયુક્ત સાહસ છે.
આઈપીઓ ફ્રેશ ઈશ્યૂ રૂ. 1000 કરોડ જ્યારે ઓફર ફોર સેલ મારફત રૂ. 3500 કરોડ એકત્ર કરશે. માઈન્ડસ્પેસ બિઝનેસ પાર્ક્સ REITએ હાલમાં જ સિંગાપોર સરકારના સોવરિન ફંડ જીઆઈસી, ફિડેલિટી ગ્રુપ, કેપિટલ ગ્રુપ, ફ્લર્ટન ગ્રુપ સહિત સંસ્થાકીય રોકાણકારો પાસેથી રૂ. 1125 કરોડનુ ફંડ એકત્ર કર્યુ છે. જેમાં ઈશ્યૂ સાઈઝના 25 ટકા રકમ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટર્સ દ્વારા ફાળવવામાં આવી છે. સેબી સમક્ષ રજૂ ઓફર ડોક્યુમેન્ટ અનુસાર, સ્ટ્રેટેજીક ઈન્વેસ્ટર્સ દ્વારા કુલ REIT યુનિટના 4.09 યુનિટ ફાળવાશે. જેઓને શેરદીઠ રૂ. 275ના ભાવે એલોટ કરવામાં આવશે.
કે. રહેજા કોર્પ દ્વારા સ્પોન્સર્ડ માઈન્ડસ્પેસ મુંબઈ, પુણે, હૈદરાબાદ, અને ચેન્નઈમાં 29.5 મિલિયન ચોરસફૂટ ભાડાપટ્ટાની જમીન ધરાવે છે.