હળવદ નર્મદા કેનાલમા ન્હાવા ગયેલા બે પર પ્રાંતિય યુવકો ડુબ્યા

સ્થાનિક તરવૈયાઓની જહેમત બાદ બંન્નેના શબ મળી આવ્યા
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ વિસ્તારમા છેલ્લા એકાદ માસમા નર્મદા કેનાલ કે બ્રાહ્મણી-2 ડેમમા ડુબી જવાથી અપમૃત્યુના કીસ્સા સામે આવી રહ્યા છે,જેમા ગુરૂવારના રોજ સાંજના સમયે આવો જ એક દર્દનાક ઘટના ઘટવા પામી છે.જેમા નર્મદા કેનાલમા બે પર પ્રાંતિય મજુરો ડુબી જવાનો કીસ્સો પ્રકાશમા આવેલ છે.
આ દુઃખદ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ જી.આઈ.ડી.સીના રોશની સોલ્ટ નામક કારખાનામા મજુરી કામ કરતા અમરેશભાઈ ઉ.વર્ષ ૨૩ તેમજ મનોજભાઈ અશોકસિંહ કટીયાર ઉ.વર્ષ ૨૨ જી.આઈ.ડી.સી. પાસેથી પસાર થતી નર્મદા કેનાલમા ડુબી ગયેલ છે,જે અંગે પ્રાથમિક માહીતી મુજબ બંન્રે યુવાનો કેનાલમા ન્હાવા માટે ગયા હોય ડુબી ગયાનુ બહાર આવેલ છે.
જયારે, આ ઘટનાની જાણ આજુબાજુના વાડી તેમજ કારખાના વાળાઓને તેમજ જી.આઈ.ડી.સીમા જાણ થતા મજુરો સહીત સહુ કોઈ ઘટમા સ્થળે દોડી ગયા હતા.પરીણામે, બંન્ને યુવાનોની લાશ સ્થાનિક તરવૈયાઓની કલાકોની મહેનત બાદ કેનાલમાથી મળી આવતા,હળવદ સરકારી દવાખાને પી.એમ. અર્થે મોકલી દેવામા આવી હતી.આ અંગે વધુ તપાસ હળવદ પોલીસ ચલાવી રહી છે (તસ્વીર-અહેવાલઃ જીજ્ઞેશ રાવલ,હળવદ)