Western Times News

Gujarati News

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને વિશ્વાસ, કોરોના સામે જંગમાં ભારત જીતી શકે છે

Files Photo

જિનેવા, કોરોના વાયરસ સામે જંગમાં ભારતના પ્રદર્શને અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોને પ્રભાવિત કર્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ મહામારી સામેની જંગમાં ભારતની ક્ષમતા પર વિશ્વાસ વ્ચક્ત કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગુરૂવારના કહ્યું કે, સંયુક્ત રાષ્ટ અમેરિકા, બ્રાઝિલ અને ભારત જ્યાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. હજુ પણ મહામારીને હરાવી ટોચ પર પહોંચવાની ક્ષમતા રાખે છે. ડબ્લ્યુએચઓના ઇમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડો. માઇક રયાનએ કહ્યું કે, ભારત, અમેરિકા અને બ્રાઝિલ શક્તિશાળી, સક્ષમ, લોકતાંત્રિક દેશ છે. જેમની પાસે આ બીમારીનો સામનો કરવા માટે જબરદસ્ત આંતરિક ક્ષમતા છે.

અમેરિકા દુનિયામાં સૌથી વધારે કોરોના પ્રભાવિત દેશ છે. બીજા નંબર પર બ્રાઝિલ છે અને ત્યારબાદ ભારતનો નંબર આવે છે. રોયટર્સ ટેલીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના કેસ ગુરૂવાર સુધીમાં ૪ મિલિયનથી વધારે થઇ ગયા છે. અહીં દર કલાકે સરેરાશ ૨૬૦૦થી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે. હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ કોરોના સામેની જંગમાં ભારતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, વ્યાપક સ્તર પર ટેસ્ટિંગના મામલે અમેરિકા બાદ ભારતનો નંબર આવે છે.

આમ તો, આ પહેલા પણ ડબ્લ્યુએચઓ ભારતના પ્રયત્નોની પ્રશંસા કરી છે. થોડા સમય પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભારત શરૂઆતથી જ કોવિડ-૧૯ને લઇને તૈયાર રહ્યું છે અને કાર્યવાહી કરી રહ્યું છે. તેઓ ટેસ્ટ ક્ષમતાઓમાં વધારો કરવા, વધારે હોસ્પિટલ તૈયાર કરવા, દવાઓ અને જરૂરીયાતની વસ્તુઓના સ્ટોરની વ્યવસ્થા કરવા જેવી તૈયારીઓ અને જવાબી ઉપાયોને સતત મજબૂત બનાવી રહ્યાં છે.

માઇક રયાને પણ કહ્યું હતું કે, કોરોનાના ફેલાવ પર રોક લગાવવા માટે ભારતે તેમની આક્રામક કાર્યવાહી ચાલુ રાખવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, આ ખુબજ મહત્વપૂર્ણ છે કે, ભારત સાર્વજનિક સ્વાસ્થ્ય સ્તર પર તેમની આક્રામક કાર્યવાહી ચાલુ રાખે. ભારતે સાઇલેન્ટ કિલર કહેવામાં આવતી ચિકન પોક્સ અને પોલિઓ જેવી બે ગંભીર બીમારીઓને નાબૂદ કરવામાં વિશ્વનું નેતૃત્વ કર્યું છે. તેમનામાં જબરદસ્ત ક્ષમતા છે. તમામ દેશોમાં આવી ક્ષમતા હોવી જોઇએ કે, તેઓ તેમના સમુદાય અને નાગરિક સમાજને એકત્ર કરી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.