Western Times News

Gujarati News

માતા અને પત્નિના અવસાનથી વ્યથિત યુવકે જીવન ટુંકાવ્યુ

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ અનલોકમાં આત્મહત્યાની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થઈ રહયો છે શહેરના ઈસનપુર વિસ્તારમાં થોડા સમય પહેલા પત્નિ અને માતાનું અવસાન થતાં માનસિક રીતે વ્યથિત યુવકે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જયારે નવાવાડજ વિસ્તારમાં રહેતા એક ર૦ વર્ષીય યુવકે સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે શહેરમાં કુલ ૪ યુવક યુવતિઓ સહિત પાંચ વ્યક્તિએ આત્મહત્યા કરતા સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના નવાવાડજ વિસ્તારમાં જય મહાદેવનગર ઔડાના મકાનમાં રહેતા સુરેશભાઈ પરમાર નામના ર૦ વર્ષના યુવકે અગમ્ય કારણોસર દધીચી બ્રીજ પાસે સાબરમતી રિવરફ્રંટ પરથી નદીમાં પડતુ મુકી આત્મહત્યા કરી હતી તરવૈયાઓએ સુરેશભાઈના મૃતદેહને બહાર કાઢયો હતો રિવરફ્રંટ ઈસ્ટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આત્મહત્યાનું કારણ જાણવા માટે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે શહેરના નરોડા વિસ્તારમાં એક યુવતિએ આત્મહત્યા કરી છે

નરોડા વિસ્તારમાં આવેલા રામકુટીર રેસીડેન્સીમાં રહેતી રપ વર્ષની પાયલ મનુભાઈ ચાવડા નામની યુવતિએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાધો હતો ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાયલના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો ઘરમાં તપાસ કરતા સ્યુસાઈડ નોટ મળી આવી ન હતી પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે.

આત્મહત્યાની ચોંકાવનારી ઘટના ઈસનપુર વિસ્તારમાં બની છે જેમાં ઈસનપુર ટીવી વાળી ચાલીમાં રહેતા કમલેશભાઈ રાણાની પત્નિ તથા માતાનું થોડા સમય પહેલા જ અવસાન થયું હતું માતા અને પત્નિના અવસાનથી કમલેશભાઈ માનસિક રીતે ખૂબ જ વ્યથિત બની ગયા હતા અને તેઓ એકલવાયુ જીવન જીવતા હોવાથી માનસિક રીતે પણ વ્યથિત બની ગયા હતાં.

છેલ્લા ઘણા સમયથી તેઓ માનસિક રીતે ખૂબ જ વ્યથિત જણાતા હતા આ દરમિયાનમાં બપોરના સમયે તેઓ પોતાના ઘરમાં હતા ત્યારે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં ઈસનપુર પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી અને કમલેશભાઈના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો આ ઘટનાની તપાસ કરતા પોલીસ સબ ઈન્સ્પેકટર ગળચરે તપાસ શરૂ કરી હતી જેમાં ઉપરોકત કારણ જાણવા મળ્યુ હતું.

શહેરના નારોલ વિસ્તારમાં જયોતિનગર અબુજા ફેકટરી પાસે રહેતા તરૂણભાઈ પવાર નામના ર૩ વર્ષના યુવકે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે નારોલ પોલીસે તરૂણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આત્મહત્યાનું કારણ જાણવા માટે પુછપરછ શરૂ કરી છે જયારે વેજલપુર વિસ્તારમાં જ આવેલી જનતાનગર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ ઉપાધ્યાય નામના આધેડ લોકડાઉન પછી સતત માનસિક રીતે વ્યથિત જણાતા હતાં

આર્થિક પરિસ્થિતિ તેમની કથળી ગઈ હતી તેના પરિણામે તેઓ માનસિક રીતે વ્યથિત રહેવા લાગ્યા હતા આ દરમિયાનમાં નારોલ શાસ્ત્રીબ્રીજ ચેકપોસ્ટ આગળ સર્વિસ રોડની બાજુમાં લાઈટના થાંભલાની એંગલ સાથે કપડુ બાંધી જાહેર રોડ પર જ તેમણે ગળેફાંસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતાં નારોલ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહેન્દ્રભાઈના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.