ભરૂચના સેવાશ્રમ રોડ પર વૈલ્કપિક વ્યવસ્થા વિના જ પાલિકા લારીધારકોને દૂર કરાવવા નીકળ્યું

તંત્ર દ્વારા લારીધારકોને ઉભા રહેવા માટે અન્ય કોઈ વૈલ્પિક વ્યવસ્થા ન કરતા લારીધારકો સેન્ડવીચ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચના પાંચબત્તી થી સેવાશ્રમના માર્ગ ઉપર ઉભી રહેતી શાકભાજી ની લારીઓના કારણે લોકો ની ખરીદી માટે મેળાવડો જામી રહ્યો છે.જેથી સોશ્યલ ડીસ્ટન્સ જળવાતું નથી.જેના પગલે કોરોના નું સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે.ભરૂચ નગર પાલિકા એ લારીધારકો માટે અન્ય જગ્યાએ ઉભા રહેવા માટે કોઈપણ જાત ની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તેઓને દૂર કરવામાં આવતા લારીધારકો માં છૂપો આક્રોશ જોવા મળી રહ્યો હતો.
ભરૂચ જીલ્લા માં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે અને પોઝીટીવ કેસ માં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે ભરૂચના પાંચબત્તી થી સેવાશ્રમ રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતા વ્યક્તિનું કોરોના થી મોત નીપજ્યું છે.જયારે આ જ માર્ગ ઉપર હોસ્પીટલ ધરાવતા એક તબીબ કોરોનાની સારવાર હેઠળહાલ માં છે.ત્યારે શાકભાજી ની લારીઓ વાળા પોતાનો વ્યવસાય કરતા આ માર્ગ સતત લોકો ની અવરજવર થી ધમધમી રહ્યો છે અને ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે.તો ખરીદી માટે આવતા લોકો દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ જળવાતું નથી.
જેથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.તો કોરોના ને નાથવાના ભાગરૂપે ભરૂચ નગર પાલિકા દ્વારા શનિવાર ની સવારે જ ફૂટપાથ ઉપર ઉભી રહેલી લારીધારકોને દૂર કરવામાં આવ્યા હતા.જેથી લારીધારકો માં છુપો રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે ભરૂચ નગર પાલિકા દ્વારા આ તમામ લારીધારકો ની વૈલ્કપિક વ્યવસ્થાના ભાગરૂપે બિન ઉપયોગી હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સ્થાપિત કરવામાં આવે તેવી લેખિત માંગણી વહીવટી તંત્ર પાસે કરવાની જરૂર જણાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અગાઉ પણ સેવાશ્રમ રોડ ઉપર ઉભી રહેતા લારીધારકો ને સેવાભાવી સંસ્થા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કોરોનાને નાથવાના ભાગરૂપે જાહેરમાર્ગો ઉપર ઉભી રહેતી લારીઓને બિન ઉપયોગી બનેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ માં સ્થાપિત કરવામાં આવી હતી.પરંતુ પોલીસે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર દોડી આવી શાકભાજીની તમામ લારીઓને રોડ ઉપર પુનઃ સ્થાપિત કરી હતી.
જેના કારણે કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે.કારણ કે આ માર્ગ ઉપર થી બે કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે.ત્યારે તેઓ એ કેટલા લોકો ને સંક્રમિત કર્યા હશે તે પ્રશ્ન ચર્ચા નો બની ગયો છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા લારીધારકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી છે.
તો બીજી તરફ ભરૂચ શહેર ના અયોધ્યા નગર સોસાયટી માં આવેલ નાયબ ખેતી નિયામક (તાલીમ) ની કચેરી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કોરોના પોઝીટીવ દર્દીઓ માટે કોવિદ ૧૯ હોસ્પીટલ બની રહી હોવાની વાતોના પગલે સ્થાનિકોએ રોષ વ્યકત કરી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.પરંતુ સમગ્ર ઘટનાની મીડિયાએ તપાસ કરતા કોરોના પોઝીટીવ દર્દીઓ માટે હાલ માં કોઈ આવું હોસ્પીટલ બનતું નથી પંરતુ માત્ર તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું હતું.જેથી સોસાયટીના રહીશોએ આવી અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરાઈ રહી છે.
લોકડાઉન બાદ ધાર્મિક સ્થળો પણ કોરોના થી સાવચેતી રાખવા સાથે મંદિરો ખોલવાની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી છે.જેના પગલે મંદિરો પણ ભક્તો માટે ખુલ્લા કરાયા છે અને ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ માં હિંડોળાના આયોજનો પણ થઈ રહ્યા છે.ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત આવેલ વડતાલ સંસ્થાના સ્વામિનારાયણ મંદિર માંથી પણ કોરોના પોઝીટીવ મળી આવતા તંત્ર દ્વારા મંદિરને તારીખ ૨૫ જુલાઈ ૨૦૨૦ થી ૮ ઓગષ્ટ ૨૦૨૦ સુધી કોરન્ટાઈન જાહેર કરી દરવાજાને સીલ કરી દેવામાં આવ્યો છે અને આસપાસમાં આવેલા દુકાનદારો અને રહીશોનો સર્વે કરવા સાથે હોમીયોપેથીક દવા નું વિતરણ પણ કરવામાં આવી રહ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ જીલ્લા માં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે અને તેને નાથવામાં તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે.તો લોકો પણ સોશ્યલ ડીસ્ટન્સ જાળવતા ન હોવાના કારણે કોરોના વકરી રહ્યો છે.ત્યારે કોરોનાના ભય વચ્ચે પણ મેઘરાજા (જળદેવ) ની સ્થાપના ભોઈજ્ઞાતિ દ્વારા વિધિવત કરવામાં આવી છે.પરંતુ આ વિસ્તાર માં આવેલા નાના ભોઈવાડ માં રહેતા ભરતભાઈ કૃષ્ણલાલ જાદવ તથા મોટા ભોઈવાડ માં રહેતા દેવેન્દ્ર ખંભાતીનો ૨૪ જુલાઈ ના રોજ કોરોના પોઝીટીવ સામે આવ્યા છે.ત્યારે આ વિસ્તાર માં સાતમ થી દશમ સુધી મેઘમેળો યોજાતો હોય છે.ત્યારે મેળો યોજાશે કે નહિ યોજાઈ તે અંગેનું જાહેરનામું તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયું નથી.ત્યારે તંત્ર જાહેરનામુ વહેલી તકે પ્રસિદ્ધ કરે તે જરૂરી છે.જેથી અલગ અલગ અફવાઓ ફેલાતી અટકાવી શકાય.
ભરૂચ ના સેવાશ્રમ રોડ ઉપર ઉભી રહેતી શાકભાજી ની લારીઓ વાળા ની વૈલ્કપિક વ્યવસ્થા કર્યા વિના જ પાલિકા દ્વારા દૂર કરવામાં આવી હતી.તો બીજી તરફ દાંડિયા બજાર માં આવેલ સ્વામિનારાયણ મંદિર ને પણ કોરન્ટાઈન કરવામાં આવ્યું હતું.જે તસ્વીર માં નજરે પડે છે.(તસ્વીર : વિરલ રાણા,ભરૂચ)