હળવદના તક્ષશિલા વિદ્યાલય દ્વારા સ્વતંત્રતા પર્વે દેશભક્તિ ગીત ઓપન ગુજરાત ઓનલાઈન ડાન્સ સ્પર્ધા યોજાશે
(પ્રતિનિધિ-જીગ્નેશ રાવલ) હળવદ, આગામી સ્વાતંત્ર્ય પર્વ પર સરકારની નવી ગાઈડલાઈન મુજબ સામાજીક અંતર સાથે જ ઉજવણી કરવાની છે! તેથી શાળાના વિદ્યાર્થીઓ સ્કુલ પર આવી શકશે નહી, તેથી મોરબી જિલ્લાના હળવદનાતક્ષશિલા વિદ્યાલય દ્વારા ઓપન ગુજરાત ઓનલાઈન ડાન્સ સ્પર્ધા યોજાવામા આવનાર છે. જેમા પ્રત્યેક વિદ્યાર્થીએ પોતાના ઘરે રહીને દેશભક્તિ ગીત પર એક મિનિટનો વિડીયો બનાવીને તક્ષશિલા વિદ્યાલયના બ્લોગ પરના રજીસ્ટ્રેશન ફોર્મ સાથે અપલોડ કરવાનો રહેશે. આ સ્પર્ધામા ઓડિશન રાઉન્ડ, સેમી ફાઈનલ અને ફાઈનલ રાઉન્ડ એમ ત્રણ રાઉન્ડ રાખવામા આવેલ છે.
ઓડિશન રાઉન્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન સ્વીકારવાની છેલ્લી તારીખ પહેલી ઓગષ્ટ છે . ફાઈનલ સ્પર્ધા માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓએ ફાઈલના ચાર દિવસ પહેલા શાળા દ્વારા આપવામા આવેલ દેશભક્તિ ગીત પર જ પોતાનુ પરફોર્મન્સનો વિડિયો મોકલવાનો રહેશે.
આગળના રાઉન્ડમા પસંદ થવા માટે વિદ્યાર્થીઓએ માટે ચહેરાના હાવભાવ, શરીરના અંગમરોડ, ડ્રેસિંગ તેમજ ગીતના શબ્દો પર પૂરતુ ધ્યાન આપવાનુ રહેશે. ફાઈનલ સ્પર્ધામા સોશ્યલ મિડિયા પર મેળવેલ લાઈક્સ એન્ડ વોટિંગના આધારે વિજેતા ઘોષિત કરવામાં આવશે. સ્પર્ધામા કુલ પાંચ એજ ગ્રુપ રાખવામા આવેલ છે. (છ) ભગતસિંહ ગ્રુપ – જેમાં નર્સરી અને કેજી, (મ્) આઝાદ ગ્રુપ- જેમાં ધોરણ -૧ થી ૩, (ઝ્ર) સરદાર ગ્રુપ જેમાં – ધોરણ – ૪ થી ૮, ( ડ્ઢ) તિલક ગ્રુપ- જેમાં ધોરણ – ૯ થી ૧૨, ( ઈ) સાવરકર ગ્રુપ- ઓપન વિભાગ છે,જેમા કોલેજીયન અને કોઈપણ વાલી ભાગ લઈ શકશે, ભાગ લેનાર તમામ સ્પર્ધકને પોતાના ફોટાવાળુ સર્ટિફિકેટ આપવામાં આવશે. વિજેતા વિદ્યાર્થીઓના નામ પંદર ઓગષ્ટના રોજ બપોરે ૧૧ઃ૦૦ કલાકે જાહેર કરવામાં આવશે,તેમ એમ.ડી મહેશ પટેલ એ એક યાદીમા જણાવેલ છે.