ભારતે હવે તૈનાત કરી મિસાઈલથી સજ્જ ટી-૯૦ ટેન્ક
ચીની સેના ભારતના પૂર્વ લદાખની ગલવાન ઘાટી સહિત અનેક વિસ્તારોથી પાછળ હટવા મજૂબર તો થઈ ગઈ, પરંતુ હવે એક્સાઈ ચિનમાં લગભગ ૫૦ હજાર ઁન્છ સૈનિક તૈનાત કરી દેવામાં આવ્યા છે. એવામાં ચીનની નવી ચાલબાજીનો યોગ્ય જવાબ આપવા માટે ભારતે પણ તૈયારી કરી દીધી છે. ભારતે પહેલીવાર મિસાઇલ ફાયર કરનારી ્-૯૦ ટેન્ક્સનું સ્કવાૅડ્રન (૧૨) કારોકારમમાં તૈનાત કર્યા છે. સૈનિકોને લઈ જનારી બખ્તરબંધ ગાડીઓ અને ૪ હજાર સૈનિકોની ફુલ બ્રિગેડ પણ દૌલત બેગ ઓલ્ડી પર તૈનાત કરવામાં આવ્યા છે.
આ મામલા સાથે જાેડાયેલા ટાૅપ સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી છે. દૌલત બેગ ઓલ્ડીમાં ભારતની છેલ્લી આઉટપોસ્ટ ૧૬ હજાર ફુટની ઊંચાઈ પર છે, જે કારાકોરામ પાસની દક્ષિણમાં અને ચિપ-ચાપ નદીના કિનારે છે. તે ગલવાન શ્યોક સંગમના ઉત્તરમાં આવેલું છે. દરબુક-શ્યોક-ડીબીઓ રોડ પર અનેક પુલ ૪૬ ટન વજનવાળી ટેન્કનો ભાર નહીં સહન કરી શકે. જેથી ભારતીય સેનાએ ગલવાન ઘાટી હિંસા બાદ વિશેષ ઉપકરણો દ્વારા તેને નદી-નાળાને પાર મોકલી છે.
રિપોર્ટ મુજબ, પેટ્રોલિંગ પોઇન્ટ્સ ૧૪, ૧૫, ૧૬, ૧૭ અને પૈંગોગ ત્સો ફિંગર વિસ્તારમાં ચીનની એક્ટિવિટી બાદ સેનાએ આર્મર્ડ પર્સનલ કેરિયર્સ કે ઇન્ફેન્ટરી કોમ્બેટ વીઇકલ્સ (પગપાળા સેનાનો સામનો કરનારા વાહન), સ્૭૭૭ ૧૫૫ હોવિત્ઝર અને ૧૩૦ ગન્સને પહેલા જ ડ્ઢમ્ર્ં મોકલી દીધા હતા.
એક સૈન્ય કમાન્ડર્સ મુજબ, આ ગતિવિધિ ઁન્છની આક્રમકતાના મુખ્ય ઉદ્દેશ્ય પૂર્વ લદાખમાં ૧૧૪૭ કિલોમીટર લાંબી સીમા પર ભારતીય સેનાની સાથે સંઘર્ષવાળા સ્થાનોને ખાલી કરવાના હતા, જેથી તે ૧૯૬૦ના નક્શાને લાગુ કરવાનો દાવો કરી શકે, પરંતુ આ પ્રયાસને ૧૬ બિહાર રેજિમેન્ટના જાંબાજાેએ ૧૫ જૂને નિષ્ફળ કરી દીધું.