સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ કરી વિશેષ અપીલ

અભિનેતના સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ૨૪ જૂલાઈના રોજ ડિઝનીપ્લસ હાૅટસ્ટાર પર રિલીઝ થઈ છે. ચારેય તરફ ફિલ્મની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મને લઈને ફિલ્મ ક્રિટિક્સને વિશેષ અપીલ કરી છે.
નવાઝુદ્દીન સિદ્દીકીએ ટ્વીટ કરી ને કહ્યું હતું કે, ‘હું તમામ સન્માનિત ફિલ્મ ક્રિટિક્સને અપીલ કરુંં છું કે કૃપા કરીને ‘દિલ બેચારા’ને અપવાદ બનાવો. આ ફિલ્મને સુશાંત સિંહ રાજપૂત માટે ટ્રિબ્યૂટ તરીકે જુઓ અને સાથે તેને સેલિબ્રેટ કરો.’
અભિનેતાની પોસ્ટ અને અપીલને ફોલોઅર્સે પણ સપોર્ટ કર્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીનના આ ટિ્વટ પર ઝડપથી પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. આ પહેલાં તેણે તેનાં મીડિયા સોશ્યલ મીડિયા એકાઉન્ટ દ્વારા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’નું પ્રમોશન પણ કર્યુ હતું. નોંધનીય છે કે, નવાઝુદ્દીન સિદ્દીકી અત્યારે ૩૧ જૂલાઈએ નેટફિલ્કસ પર રિલીઝ થનારી ‘રાત અકેલી હૈ’ના સોશ્યલ મીડિયા પરમોશનમાં વ્યસ્ત છે.