Western Times News

Gujarati News

યુવરાજ સિંહનો મોટો આરોપ, કરિયર અંતમાં થયો ખરાબ વ્યવહાર

ભારતના પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે કહ્યું કે, કરિયરના અંતમાં તેની સાથે અનપ્રાૅફેશનલ રીતે વ્યવહાર કરવામાં આવ્યો. યુવરાજને ભારતના મહાન ઑલરાઉન્ડર ખેલાડીઓમાં ગણવામાં આવે છે. તે ભારત તરફથી ટી૨૦ વર્લ્ડ કપ-૨૦૦૭ અને વર્લ્ડ કપ-૨૦૧૧ જીતનો મહત્વનો ભાગ રહ્યો હતો.

યુવરાજે કેટલાક મહાન ખેલાડીઓના નામ લીધા જેમનું ઈન્ટરનેશનલ કરિયર શાનદાર હોવા છતાં કરિયરનો અંત સારો ન રહ્યો. યુવરાજે કહ્યું કે, ‘મને લાગે છે કે, તેમણે મારા કરિયરના અંતમાં મારી સાથે જેવો વ્યવહાર કર્યો તે ખૂબ જ અનપ્રોફેશનલ હતો.’

તેણે કહ્યું કે, ‘જ્યારે હું કેટલાક મહાન ખેલાડીઓ જેવા કે, હરભજન સિંહ, વીરેન્દ્ર સેહવાગ, ઝહીર ખાનને જાેઉં છું તો તેમની સાથે પણ સારો વ્યવહાર ન થયો. એટલે આ ભારતીય ક્રિકેટનો ભાગ છે. મેં આવું પહેલા પણ જાેયું છે એટલે હું દંગ નહોતો.’

તેણે કહ્યું, ‘પણ ભવિષ્યમાં જે ભારત માટે આટલા સમય માટે રમ્યું હોય, મુશ્કેલ સ્થિતિમાં પસાર થયું હોય, તમારે નિશ્ચિતપણે તેને સન્માન આપવું જાેઈએ.’ ફેન્સ અને સાથી ખેલાડીઓની વચ્ચે લોકપ્રિય આ પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, ‘જેવી રીતે ગૌતમ ગંભીર, જેણે અમારા માટે બે વર્લ્ડ કપ જીત્યા. સેહવાગ જે ટેસ્ટમાં સુનીલ ગાવસ્કર બાદ આપણો સૌથી મોટો મેચ વિનર ખેલાડી રહ્યો. ફફજી લક્ષ્મણ, ઝહીર જેવા ખેલાડીઓ હોય છે, જેમને સન્માન મળવું જાેઈએ.’

જાેકે, યુવરાજ પોતાને મહાન ખેલાડી નથી માનતો. યુવરાજે કહ્યું કે, ‘મને નથી લાગતું કે હું મહાન ખેલાડી છું. મેં આ રમત પૂરા સન્માન સાથે રમી પણ વધુ ટેસ્ટ ક્રિકેટ નથી રમ્યો. મહાન ખેલાડીએ છે જેમનો ટેસ્ટ રેકોર્ડ ઘણો સારો છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.