લાઇટ બિલ જાેઈને હરભજન સિંહનો પરસેવો છૂટ્યો
ટીમ ઈન્ડિયાના સીનિયર ઓફ સ્પિનર હરભજન સિંહ ભલે ક્રિકેટ મેદાન પર ખુદ ‘દુસરા’ ફેંકવામાં માહેર હોય. પરંતુ આ વખતે મુંબઈની વીજળી કંપનીએ તેને ‘દુસરા’ ફેંક્યો છે. હકીકતમાં ભજ્જી આ વખતે પોતાના મુંબઈના ઘરનું લાઇટ બિલ જાેઈને ચોંકી ગયો છે. તેણે ટ્વીટર પર જણાવ્યું કે, આ સામાન્યથી ૭ ગણું આવ્યું છે.
લોકડાઉન બાદથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વીજ ગ્રાહકોની ખુબ ફરિયાદો આવી રહી છે કે વીજળી કંપનીઓ અહીં પોતાના મન પ્રમાણે બિલ મોકલી રહી છે.જ ઘણી સેલિબ્રિટીઓએ પણ પોતાના બિલને લઈને સોશિયલ મીડિયા પર વીજ વિતરણ કંપનીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે, જેમાં હવે હરભજન સિંહ પણ સામેલ થઈ ગયો છે.
હરભજને પોતાના ટ્વીટમાં ચોંકાવનાર ત્રણ ઇમોજી બનાવતા અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈને ટેગ કરતા લખ્યું, ‘આટલું બિલ આખા પાડોશનું લગાવી દીધું શું?’ ત્યારબાદ ભજ્જીએ આ વીજળી કંપની તરફથી આવેલા બિલ વાળા મેસેજને પોસ્ટ કરતા લખ્યુ, ‘નોર્મલ બિલથી ૭ ગણું વધુ વાહ’
આ પોસ્ટ પ્રમાણે ભજ્જીનું ૩૩,૯૦૦ રૂપિયા બિલ છે. ભજ્જી તેને સાત ગણું વધુ જણાવી રહ્યો છે એટલે કે તેનું મહિનાનું બિલ આશરે ૪૫૦૦-૫૦૦૦ રૂપિયા વચ્ચે આવે છે.